(એજન્સી) તા.૧૫
જ્યાં ૪૦૦ વર્ષ કરતા વધુ સમય માટે અયોધ્યામાં ઐતિહાસિક બાબરી મસ્જિદ ઊભી હતી તે જમીનના બદલામાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુસ્લિમોને ફાળવવામાં આવેલ જગ્યા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ લાવવા બદલ ઉ.પ્ર. સુન્ની વકફ બોર્ડ દ્વારા ગઠીત ઇન્ડોઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ખરેખર સરાહનાને પાત્ર છે. વકફના સેક્રેટરી અને પ્રવક્તા અથર હુસેને એવું જાહેર કર્યુ છે કે તેઓ જમીનના આ પ્લોટ પર બાબરી મસ્જિદની હૂબહુ પ્રતિકૃતિ તેમજ અન્ય જાહેર ઉપયોગિતાનું નિર્માણ કરવા માગે છે. હુસેને જણાવ્યું હતું કે અમે સેવા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં ખાનગી સુવિધા જેવી હોસ્પિટલનું અને લોકો માટે ખર્ચના સંદર્ભમાં સરકારી સુવિધા જેવું નિર્માણ કરવા માગીએ છીએ. કોરોના મહામારીને પગલે અમને હોસ્પિટલનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો છે. આ માટે તેમણે એવું જણાવ્યું છે કે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના આર્કિટેક વિભાગના ડીન પ્રો.એસ એમ અખ્તરને તેનો પ્લાન તૈયાર કરવા માટે રોક્યા છે. પરંતુ પ્રો.અખ્તરે મસ્જિદની ડિઝાઇન અને પ્લાનિંગમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલી હોવાનું જણાવ્યું છે. આથી હુસેને એવું જણાવ્યું છે કે હું એવું સૂચન કરીશ કે હિરાસત તરીકે વખોડવાના ભોગે બાબરી મસ્જિદની પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટેના પ્લાનને સંપૂર્ણપણે પડતો મૂકવામાં આવે. ત્યાં કોઇ મસ્જિદ બનવી જોઇએ નહીં. તેનું કારણ એ છે કે જો સંઘી બ્રિગેડ ઐતિહાસિક સ્મારકને ધ્વંસ કરી શકતાં હોય તો એક યા બીજા બહાના હેઠળ આ નવા સ્ટ્રક્ચરને ધ્વંસ કરતા કોણ અટકાવશે ? આમ આ જગ્યાએ બાબરી મસ્જિદની પ્રતિકૃતિ ઊભી કરવાના બદલે હોસ્પિટલનું નિર્માણ કરવું એ ધ્વંસ થયેલ બાબરી મસ્જિદને ભવ્ય શ્રદ્ધાંજલિ રહેશે.
(સૌ.ઃ નેશનલ હેરાલ્ડ)