(એજન્સી) તા.ર૮
જાણીતી લેખિકા અરૂંધતી રોયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, હાલના સમયમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદીતાના અંચળા હેઠળ પ્રેમ અને સદ્‌ભાવના ખરી પરવારી છે. દેશના મૂળભૂત સિદ્ધાંતો ભાંગી પડ્યા છે. કારણ કે દેશમાં શાસન કરનાર સરકારની સાથે જ એક સમાંતર સરકાર ચાલી રહી છે જે દેશના બંધારણને પરિવર્તિત કરવા મથી રહી છે.
અરૂંધતીએ કહ્યું કે, મને એક ‘ટકોર’ સંભળાઈ રહી છે અને એવું લાગી રહ્યું છે કે, ગુનાહિત કટોકટી ઊભી થવા જઈ રહી છે. કોની હત્યા થઈ રહી છે. કોની હત્યા થવાની છે વગેરે. આની પાછળ એક ખૂબ જ ભય અને ત્રાસ ફેલાવવામાં આવી રહ્યું છે અને મોટી કોમો આપણને એ તરફ ધકેલી રહી છે. મને નથી લાગતું કે મોટા શહેરોમાં રહેનાર લોકોને ખેડૂતોની કટોકટી બાબત માહિતી પણ હશે કે કેમ ?
એમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ પહેલા પણ દેશમાં આવી પરિસ્થિતિઓ ઊભી થઈ હશે. કોઈ કે પ્રશ્ન કર્યો કે એ તો કોંગ્રેસ શાસન હેઠળ પણ આવું જ હોય છે. અરૂંધતીએ કહ્યું કે, ઠીક થાય છે, પણ હાલમાં બંધારણને જ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે ફક્ત સરકાર માટે જ નહીં પણ ન્યાયતંત્ર, અધિકારી વર્ગ, યુનિવર્સિટીઓ, ગુપ્તચર સંસ્થાઓએ બધામાં ફક્ત બહુમતી લોકો જ કબજો કરી બેઠા છે. જે પરિસ્થિતિ આપણને ક્યાં ધકેલશે ?
અરૂંધતીએ અયોધ્યા મુદ્દે વાત કરતા કહ્યું કે, મને ભય છે કે, આ વર્ષમાં દરિયાની ભરતીઓમાં તફાવત દેખાશે. ભાજપ અને આરએસએસમાં ચિંતા છવાયેલ છે એ માટે એ કોમી ધ્રુવીકરણ કરવા માટે બધું કરી ઘૂંટશે. અમે અયોધ્યાના ચુકાદા બાબતે રાહ જોઈ રહ્યા છીએ. જે કોઈપણ ચુકાદો આવશે એનો ઉપયોગ દેશના લોકોને તોડવામાં જ કરાશે અને ચુકાદોનો સમય પણ લગભગ ચૂંટણીઓ સાથે જ આવશે જે મને વધુ ચિંતિત કરે છે. હું ઈચ્છું છું કે મર્યાદિત પ્રમાણમાં યુદ્ધ થાય જે ચૂંટણી સાથે બંધ બેસતું હોય.