સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ સીએએ, એનઆરસી અને એનપીઆરના કાળા કાયદાના વિરોધમાં મહિલાઓ દ્વારા શાહીનબાગ ઊભા કરી ધરણા પ્રદર્શન મજબૂતી સાથે જારી છે. અમદાવાદ શહેરમાં બાપુનગર અને જુહાપુરામાં રોજેરોજ મોટી સંખ્યામાં મહિલાઓ આ ધરણામાં બેસી વિરોધ પ્રદર્શનની સાથે ઈબાદતમાં પણ મશગૂલ બની જાય છે. મહિલાઓ નમાઝની પાબંદી સાથે રોઝા પણ રાખી પાક પરવરદિગારથી દુઆ કરી રહી છે કે અય અલ્લાહ અમારા પ્યારા વતનની કોમી એકતા, ભાઈચારો, શાંતિ, સલામતી જળવાઈ રહે તેમજ શાસકોને સદ્‌બુદ્ધિ મળે કે તેઓ આ કાળો કાયદો પાછો ખેંચી દેશના સંવિધાન અને કોમી એકતાને બચાવી લે.