અમદાવાદ, તા.૧૧
કોસંબાના કુંવરદાના તલાટીને માહિતી આપવામાં નિષ્ફળ જતા માહિતી આયોગ દ્વારા પાંચ હજારનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. કોસંબાના જાગૃત આગેવાન કુંવારદા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ચાલતા બાંધકામ અંગે આંબેડકરનગર ખાતે રહેતા સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર કુવરદા ગામની હદમાં સર્વે નં.૩પ વાળી શક્તિનગર વસાહતમાં એપાર્ટમેન્ટનું બાંધકામ કોમન પ્લોટમાં ચાલતું હોવા બાબતની પરમિશન કુંવરદા ગ્રા.પં. કચેરી તરફથી આપવામાં આવી છે કે કેમ ? અને જો બાંધકામની પરવાનગી આપી હોય તો અરજીની કુલ નકલ તથા પરવાનગીની કોપી તથા બાંધકામને લગતી તમામ પ્રકારની માહિતી માંગી હતી, જે માહિતી આપવામાં તલાટી નિષ્ફળ જતા અરજદાર કાંતિલાલ પરમારે ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં આ બાબતે દાદ માંગી હતી, જે તે વખતે માહિતી આયોગ દ્વારા ગત તા.ર૧/૯/ર૦૧૯ના રોજ વચગાળાના હુકમથી તલાટી કમમંત્રીને ૧પ દિવસમાં અરજદારને માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું અને વિલંબ માટે તા.૧પ/૧૧/ર૦૧૯ના રોજ સુનાવણી સમયે લેખિત તેમજ મૌખિક સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો અને ઉક્ત તારીખે આયોગ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, તે સમયે કુંવરદા પંચાયતમાં જે તે સમયે ફરજ બજાવતા અને હાલ ઓલપાડના ફુડઅદ ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી હાજર રહેલ જેમણે વધુ પડતા કામના ભારણને લીધે માહિતી પૂરી પાડી શકયા નથી, પરંતુ સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ રહેલ તલાટી કમમંત્રીને માહિતી અધિકાર અધિનિયમની કલમ ર૦(૧) મુજબ રૂા.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.