(એજન્સી) તા.૭
કેટલાક અરબ દેશો પેલેસ્ટીનીઓ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તૈયાર કરાયેલા શાંતિ કરાર યોજનાને સ્વીકાર કરવા અંગે દબાણ લાવી રહ્યા છે. એમ રાજદ્વારી સ્ત્રોતોએ કહ્યું સ્ત્રોતોએ લેબેનીઝ અલ-મયાદીન ન્યૂઝ ચેનલને જણાવ્યું કે પેલેસ્ટીન દ્વારા અરબ લીગની એક તાત્કાલિક બેઠક યોજવા અંગેની વિનંતીને બહેરીને નકારી કાઢી હતી, મધ્ય ઓગસ્ટમાં સંમતિ પામેલ આ ઈઝરાયેલી અમીરાતી સામાન્યકરણ કરારને રદ કરવા માટે પેલેસ્ટીન દ્વારા આ વિનંતી કરાઈ હતી. બેહરીને લીગના નિયમિત સત્રમાં સામાન્યી કરણને નકારી કાઢવાની એક કલમ મુકવાની પેલેસ્ટીની રજૂઆતને પણ ફગાવી દીધી છે. સ્ત્રોતોએ વધુમાં ભારપૂર્વક કહ્યું કે બહેરીને પેલેસ્ટીનને ધમકી આપી છે કે તે સામાન્યીકરણને ટેકો આપવા અને સદીના સોદાને પ્રોત્સાહિત કરવા તેની તરફથી કલમ મૂકશે. સ્ત્રોતોએ વધુમાં ઉમેર્યું કે અરબ લીગમાં એક ગુપ્ત ઉગ્ર યુદ્ધ ચાલી રહ્યું છે, પેલેસ્ટીન તેને મૌન કરી દેવાના પ્રયત્નો વિરૂદ્ધ અને સામાન્યકરણને નકારવાથી અટકાવવા માટેના પ્રયાસો સામે લડત લડી રહ્યું છે. અબુધાબીએ કહ્યું કે આ કરાર તેલ અવિવ દ્વારા કબજે કરાયેલા વેસ્ટ બેન્કના આયોજિત જોડાણને રોકવાનો પ્રયાસ હતો. ઈઝરાયેલી પીએમ બેન્જામીન નેતાન્યાહુએ આને નકારતા કહ્યું કે, જોડાણ, પ્લાનિંગની બહાર નથી પરંતુ તેને સામાન્ય રીતે ફકત વિલંબ કરી દેવાયો છે.