મોડાસા, તા.૪
અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨માં કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી લોકો પ્રવેશતા કોરાના વિસ્ફોટ થતા ૨૪ કલાકમાં ૨૫ લોકો કોરોનાનો શીકાર બન્યા હતા લોકડાઉનમાં ગેરકાયદે છુટછાટ ભોગવવું મોડાસા શહેર જિલ્લાના નાગરિકોને ભારે પડયું હતું અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી હતી. પરંતુ છુટછાટવાળું લોકડાઉન-૪ અને ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી અનલોક-૧ ચાલી રહયું છે જેમાં મોડાસા શહેર અને જિલ્લામાં લોકો ભયમુક્ત થઈને બેફામ અવર જવર કરી રહયા છે જેના પગલે મોડાસા શહેર અને જિલ્લામાં કોરોના બોમ્બ ફુટયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ૪ લોકો કોરોનાગ્રસ્ત બનતાં જીલ્લામાં કોરોનાનો આંક ૧૨૫ પર પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોડાસા શહેરના મહેતાવાડા રહેતા આધેડ, કોલીખડ ગામનો યુવક, ટીંટોઈ ગામની ૫૦ વર્ષીય મહિલા અને ધનસુરા તાલુકાના બુટાલ ગામનો ૩૧ વર્ષીય યુવક કોરોનાથી સંક્રમિત થતા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લામાં અત્યાર સુધી ૧૦૯ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા ત્યારે ૭ લોકોને કોરોના ભરખી ગયો છે.