મોડાસા, તા.૯
શામળાજી પોલીસે ટ્રકમાંથી ૧૪.૩૦ લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવરને દબોચ્યો જ્યારે ભિલોડા પોલીસે ડોડીસરા ગામેથી ૧.૫ લાખનો દારૂ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા ટ્રકમાં હરિયાણા પૌષ્ટિક બ્રાન્ડની બેગ ભરી આવી રહેલા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી. HR -74 -5253)માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૫૭૬ કીં.રૂ ૧૪૩૦૪૦૦- તથા ટ્રક,પૌષ્ટિક આહાર બ્રાન્ડ બેગ-૫૦૦, મોબાઈલ-૧ અને રોકડ રૂપિયા.૧૬૦૦૦/- મળી કુલ રૂ.૨૫૫૬૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવર મુકેશ પ્રેમસિંહ પટેલ (રહે,ઇન્દોર,મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂનો જથ્થો ભરી આપનાર બુટલેગર અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અંગે તપાસ હાથધરી હતી.
ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂત અને સ્ટાફે ડોડીસરા ગામના કુખ્યાત બુટલેગર નીતિન પાઉલ બળેવા વાળાએ ગામના ગુંદેડા તળાવની નજીક આવેલ ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂ ઠાલવ્યો હોવાની બાતમી મળતા તળાવની કિનારી આજુબાજુ તપાસ હાથધરાતા ઝાડીઓ વચ્ચે સંતાડીને રાખેલો વિદેશી દારૂની પેટી નંગ-૨૨ કીં.રૂ.૧૦૫૬૦૦/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ કરે તે પહેલા બુટલેગર ફરાર થઇ જતા ભિલોડા પોલીસે નીતિન પાઉલ બળેવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી જીલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમે મોડાસા ટાઉન વિસ્તાર અને ભિલોડામાં ચાલતા વિદેશી દારૂના વેપાલનો પર્દાફાશ કર્યા બાદ સોમવારે મોડી રાત્રે ધનસુરાના હરિપુરા કંપા નજીકથી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૧૧ કીં.રૂ.૧૩૮૯૯૫- નો જથ્થો જપ્ત કરી સ્ટેટ વિજિલન્સ વોચ જોઈ રોડ નજીક સ્વીફ્ટ કાર મૂકી ફરાર થઇ જનાર બે બુટલેગર અને કારમા વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની તપાસ ધનસુરા પોલીસને સુપ્રત કરી હતી.
ધનસુરાના હરિપુરા કંપા નજીકથી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૧૧ કીં.રૂ.૧૩૮૯૯૫/- નો જથ્થો જપ્ત કરી સ્ટેટ વિજિલન્સ વોચ જોઈ રોડ નજીક સ્વીફ્ટ કાર મૂકી ફરાર થઇ જનાર બે બુટલેગર અને કારમા વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની તપાસ ધનસુરા પોલીસને સુપ્રત કરી હતી.