મોડાસા,તા.૧
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનું સંકટ જેમ જેમ વધી રહ્યું છે, તેમ સરકાર પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહી છે.
લોકડાઉનના ૨૧ દિવસ સુધી કોરોના મુક્ત અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-રમાં કોરોના બોંબ વિસ્ફોટ થતા ૧૯ લોકો કોરોનાની બીમારીનો ભોગ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કોરોનાથી ચેપગ્રસ્ત બનતા ૧૯ કેસ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાનો રેડ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જિલ્લા પ્રશાસન તંત્ર લોકડાઉનની અમલવારી કરાવવામાં નિષ્ફળ રહેતા જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવતા પ્રજાજનોમાં પ્રશાસન તંત્રની કામગીરી સામે અંદર ખાને રોષ ભભૂકી ઉઠ્યો છે.