અરવલ્લીમાં ટ્રાફિકના નિયમોનો વાહનચાલકો ઉલાળિયો કરતા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ટ્રાફિકની વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે અને ટ્રાફિક નિયમોનું પાલન સારી થાય તેથી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસને ૫ બુલેટ બાઈક ફાળવવામાં આવતા જિલ્લા પોલીસવડા સંજય ખરાતે ૫ બુલેટને પોલીસ ભવનથી લીલીઝંડી આપી રવાના કર્યા હતા, જેમાં મોડાસા ટાઉન પોલીસ, ભિલોડા, મેઘરજ, ધનસુરા અને બાયડ પોલીસ સ્ટેશનમાં એક-એક બુલેટની ફાળવણી કરવામાં આવી હતી.