(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૮
કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને અરવલ્લી જિલ્લામાં નવનિયુકત ડીવાયએસપી ભરત બસિયા અને તેમની ટીમે ખેરવાડા તેના ઘર નજીકથી ફિલ્મી ઢબે દબોચી લેતા બુટલેગર ચિરાગ પંચોલીના મોતીયા મરી ગયા હતા. તેને રાજસ્થાનથી ભિલોડા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
રાજસ્થાન ખેરવાડાના બુટલેગર ચિરાગ પંચોલીને નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસીયાએ તેના વિસ્તારમાંથી દબોચી લેતા જિલ્લા પોલીસવડા મયુર પાટીલે ડીવાયએસપીનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીવાયએસપી ભરત બસિયા અને જિલ્લા પોલીસતંત્રએ થોડા દિવસ અગાઉ ભિલોડાના ડોડીસરા ગામના માથાભારે પોલીસકર્મીઓ પર હુમલા કરવા ટેવાયેલા બુટલેગર સુકા ડુંડના ઘરે રેડ કરી મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો જેમાં ખેરવાડાના ચિરાગ પંચોલીનું નામ ખુલતાં ડીવાયએસપી ભરત બાસિયાએ મોસ્ટ વોન્ટેડ બુટલેગર ચિરાગ પંચોલીને ઝડપી પાડવા છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત રાહે વોચ ગોઠવી હતી અને બાતમીદારોને સક્રિય કર્યા હતા હાલ બુટલેગર ચિરાગ પંચોલી ઘરે હોવાની માહિતી પ્રાપ્ત થતા જ બુધવારે વહેલી સવારથી જ ડીવાયએસપી ભરત બસિયા જિલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખેરવાડામાં ખાનગી વાહનોમાં પડાવ નાખ્યો હતો ચિરાગ પંચોલી ઘરની બહાર નીકળતાની સાથે ખાનગી કાર જોઈ જતા પોલીસરેડની ભનક આવી જતા ઘર તરફ દોટ લગાવતાં ડીવાયએસપી ભરત બસીયાએ કારમાંથી ઉતરી ચિરાગ પંચોલી પાછળ ફિલ્મી ઢબે પીછો કરી ઘરમાં ઘરી જાય તે પહેલા દબોચી લીધો હતો અનેે ચિરાગ પંચોલીને ખાનગી વાહનમાં નાખી સીધો ખેરવાડા પોલીસ સ્ટેશન ભેગો કરી ત્યાંથી તાબડતોડ ભિલોડા પોલીસ સ્ટેશન જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ પૂછપરછ હાથધરી હતી.
અરવલ્લી ડીવાયએસપીએ ફિલ્મી ઢબે રાજસ્થાનથી કુખ્યાત બુટલેગરને ઝડપ્યો

Recent Comments