મોડાસા, તા.૧૯
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનો ૧૬ તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે તેમનું મોત નિપજતા ગુજરાતમાં પોલીસકર્મચારીનું સૌપ્રથમ મોત કોરોનાથી થતા પોલીસતંત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા એસપી મયુર પાટીલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ સાથે પોલીસભવન પરિસરમાં ૨ મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લામાં આવેલ પોલીસ મથકોએ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ પણ ભરતજી સોમાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.