(એજન્સી) નવી દિલ્હી, તા.૭
હવામાં પ્રદૂષણની તીવ્ર માત્રાને જોતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય સામે ખતરાની કટોકટી જાહેર કર્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાને થોડાક દિવસો માટે શાળાઓ બંધ કરી દેવા માટે વિનંતી કરી છે. કેજરીવાલે દિલ્હીને ગેસ ચેમ્બર બતાવતાં કહ્યું કે દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. તેમણે ઉમેર્યું કે પાડોશી રાજ્યોમાં ખેતરોમાં ઘાસ સળગાવાની પ્રથા અંગેનો કોઈ ઉકેલ શોધી કાઢવો પડશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંદર્ભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખી જણાવ્યું કે, તીવ્ર પ્રદૂષણની બાળકોના ફેફસાંમાં ગભંરી અસર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી શાળાઓ બંધ કરવા માટે આગ્રહ કરાયો હતો. આ ઉપરાંત ૧૯ નવેમ્બરે યોજાનાર એરટેલ દિલ્હી હાફ મેરેથોન રદ કરવા અપીલ કરી છે. પ્રદૂષણથી સતર્ક રહેવા લોકોને રેડિયો અને મીડિયા દ્વારા જાગૃત કરવા જણાવ્યું છે. સવારે પ્રદૂષણની માત્રા તીવ્ર હતી ત્યારે હવાની ગુણવત્તા ખૂબ જ નબળી હતી. મેરેથોનમાં ભાગ લેનાર તંદુરસ્ત વ્યક્તિઓ પણ બીમાર થઈ શકે છે. દિલ્હીમાં હવામાં પ્રદૂષણની માત્રા સવારે ૯ કલાકે ૪૧૧ ઈન્ડેક્ષ હતી. ર૦૦ મીટર દૂર જોઈ શકાતું ન હતું. મથુરા રોડ પર ૪૪૧ પ્રદૂષણની માત્રા હતી જે સૌથી વધુ હતી. મંગળવારે ૧૦ કલાકે પ્રદૂષણની માત્રા બેહદ ગંભીર હતી. દરમિયાન દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જતાં હવામાં પ્રદૂષણથી ર૦૦ મીટર સુધી જ જોઈ શકાતું નથી. પાડોશી રાજ્યોના ખેડૂતો ખેતરોમાં નકામું ઘાસ દર વર્ષે આ સમયે સળગાવે છે. તેનાથી પ્રદૂષણની માત્રા વધે છે. પાટનગરમાં અતિપ્રદૂષણથી અને ધૂમાડાથી વાહન-વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનો મોડી ચાલી રહી છે. ઈન્દિરા ગાંધી હવાઈમથકે રન-વે બંધ કરાયો હતો. જેનાથી ર૦ ફલાઈટને અસર પડી હતી. ૧ર ટ્રેનો ધીમી થઈ હતી. સડક પર વાહનો થંભી ગયા હતા. લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. મોસમ વિભાગે ચેતવણી જાહેર કરી કહ્યું કે, આવનારા ચાર-પાંચ દિવસોમાં મોસમ આવું જ રહેશે. દરમિયાન દિલ્હીની શાળાઓ ભારે પ્રદૂષણથી થોડાક દિવસો બંધ કરવા માટેની તૈયારી થઈ ગઈ છે.
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે પાર્કિંગની ફીમાં ચાર ગણો વધારો
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દિલ્હીમાં તીવ્ર પ્રદૂષણની માત્રા ડામવા માટે પાર્કિંગની ફીમાં ચાર ગણો વધારો કરાયો છે. લોકોને તેમના ખાનગી વાહનોની માયામાંથી મુક્ત કરવા માટે સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલ પર્યાવરણમાં પ્રદૂષણ રોકવા માટેની એજન્સીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વર્ષે પાટનગરમાં પ્રદૂષણની માત્રા તીવ્ર છે. જે દિવાળી પછી વધી છે. ગ્રીન ટ્રિબ્યુનલે લોકો મેટ્રોમાં સફર કરે તે હેતુસર તેના ભાડામાં ઘટાડો કરી ઓડ ઈવન યોજના અમલમાં મૂકવા ભલામણ કરી છે.
પાણી છાંટવાવાળા ચોપર ક્યાં છે ? NGTએ દિલ્હીમાં ધુમ્મસ બાબતે પાડોશી રાજ્યોની ઝાટકણી કાઢી
(એજન્સી) નવી દિલ્હી,તા.૭
મંગળવારે નેેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હીમાં વ્યાપક પ્રદૂષણ ફેલાવા બદલ ત્રણ પાડોશી રાજ્યોની ઝાટકણી કાઢી પૂછ્યુું હતું કે, શા માટે પ્રદૂષણ રોકવા માટે અગમચેતીના પગલાં લીધા નહીં તેનો ખુલાસો કરવો. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી બધી વધી ગઈ છે કે બાળકો શ્વાસ પણ લઈ શકતા નથી. સૂચના મુજબ હેલિકોપ્ટર મારફતે પાણીનો છંટકાવ કેમ ના કર્યો ? તેમ ટ્રિબ્યુનલના ચેરપર્સન ન્યાયમૂર્તિ સ્વતંત્રકુમારે જણાવ્યું હતું. ખંડપીઠે દિલ્હીમાં કટોકટી જેવી સ્થિતિ સર્જવા માટે કોઈ પગલાં ન લેવા બદલ પાડોશી રાજ્યોને ફટકાર લગાવી હતી. દિલ્હીમાં મંગળવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. ધારાધોરણ કરતાં અતિશય પ્રદૂષણ વધી ગયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે દિલ્હીમાં