(એજન્સી) ગુવાહાટી, તા.ર૪
અરૂણાચલપ્રદેશના એક ગામમાં રહસ્યમય મેટલ ઉપકરણ મળતા હડકંપ મચી જવા પામ્યું છે. આ ઉપકરણ ચીનની બોર્ડરથી ૧૦૦ કિ.મી. દૂર એક ગામમાં મળ્યું છે. આ ઉપકરણ પર મૈડ્રિયન ચીની ભાષામાં કંઈક લખેલું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઉપકરણ ચીનમાં બન્યું છે. ઉપકરણ મેટલનું બનેલું છે અને લેપટોપની સાઈઝ જેટલું છે. સ્થાનિય પોલીસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. પોલીસ તરફથી બતાવવામાં આવ્યું છે કે, કેટલાક ગામવાળાઓએ આ ઉપકરણને જોયું હતું. આ ઉપકરણ ગુવાહાટીથી ૧૪૦ કિ.મી. દૂર કામલે જિલ્લામાં મળ્યું છે. જે ગામ ચીનની સરહદ પરથી ૧૪૦ કિ.મી. દૂર છે. પોલીસની માનવામાં આવે તો આ ઉપકરણ ચીની સવિલાન્સ અથવા ઊંચાઈવાળી જગ્યા પર મૌસમ પર નજર રાખનારું ઉપકરણ હોઈ શકે છે. આ વિષયમાં દિલ્હીને પણ જાણકારી આપવામાં આવી છે. અરૂણાચલ સરકારની માને તો કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓને આ આખા મામલા વિશે જાણ છે. ત્યાં જ પૂરા મામલાની તપાસ હવે ફોરેન્સિક નિષ્ણાતને સોંપવામાં આવી છે.