(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.ર
અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયેલ સૈનિકનો મૃતદેહ હેલિકોપ્ટર મારફત જૂનાગઢ અને ત્યાંથી વતન તાલાલા લઈ જવાયો હતો. તાલાલાના યુવા સૈનિક ઈમરાન સાયલીનું ફરજ દરમ્યાન અકસ્માતે મૃત્યુ થયું હતું. તેમની અંતિમ વિધિ માટે તેમના ગામ તાલાલા તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો છે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ અને ત્યાંથી વાહનમાં તાલાલા લઈ જવામાં આવેલ અને તલાલા ખાતે શહીદ સૈનિકની રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
(તસવીર : એસ.આઈ. બુખારી, જૂનાગઢ)