અરેબિયન નાઈટ્‌સની વાર્તાઓ આજે વર્લ્ડ ટુડે પણ સૌને રોમાંચિત કરીને એક અલગ જ દુનિયામાં વિચારતા કરી દે છે. અરબસ્તાનના રણ, ઊંટ અને ત્યાંની રહેણીકરણી-પહેરવેશ વગેરેનું એક અલગ જ સ્થાન છે. પ્રસ્તુત તસવીર અરેબિયન નાઈટસની કોઈ વાતની યાદ અપાવી જાય એટલી જીવંત રીતે ઝડપવામાં આવી છે. યુનાઈટેડ આરબ અમીરાતના અબુધાબીથી રર૦ કિ.મી. પશ્ચિમે આવેલા લીવા ડેઝર્ટ (રણ)માં અફાટ રેતીના ઢુવાઓ વચ્ચેથી સ્થાનિક આદિવાસી કબીલાના લોકો ઊંટોની વણઝારને હાંકીને જઈ રહ્યા છે ત્યાંની આ તસવીર જાણે કે કોઈ ચિત્રકારે હાથેથી દોર્યું હોય તેવી કલાત્મકતા વ્યકત કરી જાય છે.