(એજન્સી) તા.૨૨
૨૨ ઓકટોબરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, સેબી પ્રમુખ તથા આર્થિક બાબતોના સચિવના તાજા નિવેદનોને લઈને ગુરૂવારે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, નીચલા વર્ગની વસ્તીને હાથમાં પૈસા અને ગરીબોની થાળીમાં ભોજન પહોંચાડ્યા વગર અર્થવ્યવસ્થામાં સુધારો નહીં થાય.
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ટિ્‌વટ કરી કહ્યું કે, આ નવાઈની વાત નથી કે, આરબીઆઈ ગવર્નર, સેબીના અધ્યક્ષ અને આર્થિક બાબતોના સચિવ એક જ વિષય પર એક જ દિવસે વાત કરી હતી ? આ ત્રણેયે અર્થવ્યવસ્થા પર વાત કરવાનો પ્રયત્ન કર્યો છે.
ચિદમ્બરમે નિશાન સાધતા સરકારની મજાક બનાવતા કહ્યું હતું કે, કદાચ અર્થવ્યવસ્થા એક સર્કસના સિંહ જેવી હોત, જે રિંગમાસ્ટરની છડીના હિસાબે ચાલે છે. તેમના જણાવ્યાનુસાર જ્યાં સુધી સરકાર નીચલા વર્ગના હાથમાં પૈસા નથી આપતી અને ગરીબોની થાળીમાં ભોજન નથી પહોંચાડતી, ત્યાં સુધી અર્થવ્યવસ્થામાં સુધારો નહીં થાય. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણામંત્રીને ટેગ કરતા કહ્યું કે, હું જે કહી રહ્યો છું, તેમાં કોઈ શંકા હોય તો તમે બસ બિહારના મતદાતાનો અવાજ સાંભળી લો. તેમની પાસે કામ નથી અથવા પૂરતું કામ નથી. કોઈ આવક નથી. હાલમાં તેમના વિચારોના કેન્દ્રમાં જીવન ટકાવી રાખવા પર છે. ખર્ચ કરવા પર નહીં.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ ગવર્નર, સેબીના અધ્યક્ષ અને આર્થિક બાબતોના સચિવે અર્થવ્યવસ્થાને લઈને અલગ-અલગ નિવેદનો આપ્યા હતા. જેમાં અર્થતંત્રની સ્થિતિની વાત કરી હતી. તેમણે કહ્યું કે, માંગ અને સપ્લાય તથા લોકોની ખરીદી શક્તિ તથા લોકોના સેન્ટિમેન્ટને ધ્યાનમાં લીધા વિના અર્થતંત્રને ફરી પુનઃ જીવિત નહીં કરી શકાય. હાલમાં આ તમામ લુપ્ત દેખાય છે.