(એજન્સી) તા.૨૫
બાર્ક ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તાએ મુંબઇ પોલીસને આપેલા એક લેખિત નિવેદનમાં દાવો કર્યો છે કે તેમને રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી પાસેથી ૧૨ હજાર ડોલર મળ્યા હતા. તેમને ત્રણ વર્ષ દરમ્યાન કુલ ૪૦ લાખ રૂપિયા પણ મળ્યા તેના માટે તેમને રિપબ્લિકના પક્ષમાં રેટિંગમાં છેડછાડ કરવાની હતી. ટીઆરપીમાં છેડછાડ કરવાની આ માહિતી તેમને સપ્લીમેંટ્રી ચાર્જશીટમાંથી મળી છે જો કે ટીઆરપી કૌભાંડ કેસમાં પોલીસ દ્વારા કરાઇ છે. ૩૬૦૦ પાનાની સપ્લીમેંટ્રી ચાર્જશીટ મુંબઇ પોલીસ દ્વારા ૧૧ જાન્યુઆરીના રોજ દાખલ કરાઇ હતી જેમાં બાર્ક ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ પણ સામેલ હતો. સાથો સાથ દાસગુપ્તા અને ગોસ્વામીના વચ્ચેની વ્હોટસએપ ચેટ પણ સામેલ છે. આ સિવાય બાર્કના પૂર્વ કર્મચારી અને કેબલ ઓપરેટર સહિત ૫૯ લોકોના નિવેદન સામેલ છે. ઑડિટ રિપોર્ટમાં કેટલીય ન્યૂઝ ચેનલ માટે બાર્કના ટોચના અધિકારીઓ દ્વારા કથિત ટીઆરપીમાં છેડછાડ અને રેટિંગના ફિક્સિંગની વાત કરાઇ છે. સૌથી પહેલાં ૧૨ લોકોની વિરૂદ્ધ નવેમ્બરમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી. બીજી ચાર્જશીટના મતે દાસગુપ્તાનું નિવેદન ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે ૯ ડિસેમ્બરના રોજ રેકોર્ડ કર્યું હતું. દાસગુપ્તાના નિવેદન પ્રમાણે હું અર્નબ ગોસ્વામીને ૨૦૦૪ની સાલથી ઓળખું છું. અમે ટાઇમ્સ નાઉસમાં એક સાથે કામ કર્યું હતું. મેં બાર્કના સીઇઓ તરીકે ૨૦૧૩માં જોઇન્ટ ર્યું અને અર્નબ ગોસ્વામીએ ૨૦૧૭ની સાલમાં રિપલ્બિક ટીવી લોન્ચ કર્યું હતું. રિપબ્લિક લોન્ચ કરતાં પહેલાં તેણમે મને કેટલીય વખત યોજનાને લઇ વાત કરી હતી અને રેટિંગ માટે મદદ કરવાની પણ વાત કહી હતી. ગોસ્વામીને ખબર હતી કે મને ખબર છે કે ટીઆરપી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? નિવેદનમાં કહ્યું છે કે હું મારી ટીમની સાથે કામ કરતો હતો અને ટીઆરપીમાં છેડછાડ કરતો હતો. જેથી કરીને રિપબ્લિક ટીવીને નંબર વન રેટિંગ મળી શકે. આ લગભગ ૨૦૧૭ની સાલથી ૨૦૧૯ સુધી ચાલુ રહ્યું. ૨૦૧૭મા અર્નબ ગોસ્વામીએ મને અંદાજે ૬૦૦૦ ડોલર રોકડા આપ્યા. ત્યારબાદ ૨૦૧૯માં પણ તેમણે મને આટલી જ રકમ આપી. ૨૦૧૭માં પણ ગોસ્વામીએ મારી સાથે મુલાકાત કરી અને મને ૨૦ લાખ રૂપિયા રોકડા આપ્યા. ૨૦૧૮ અને ૨૦૧૯માં તેમણે ફરીથી મને ૨૦ લાખ રૂપિયા આપ્યા.