(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
કોઈપણ સમજદાર દર્શક ઉદ્દેશ્યાત્મક પત્રકારત્વના ધોરણોને ધ્યાનમાં રાખીને રિપબ્લિક ટીવી અથવા તેના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીને સમર્થન આપી શકે નહીં. આ ચેનલ શરૂઆતથી બનાવટી સમાચાર અને પ્રચાર માટે કેન્દ્રમાં છે. જે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને મદદ કરે છે અને તમામ વિપક્ષી પાર્ટીઓની સતત આલોચનાઓ જ કરે છે. આની સરખામણી મારા એક અમેરિકન પત્રકાર મિત્ર દ્વારા ફોકસ ન્યૂઝ ચેનલ સાથે કરી કહેતા હતા કે, અર્નબની ચેનલ એના જેવી જ છે જે આંખો બંધ કરી ફક્ત શાસક પક્ષને જ સમર્થન આપે છે. ફોકસ ચેનલ થોડા અઠવાડિયા અગાઉ પણ કોરોના વાયરસ માટે ડેમોક્રેટ્‌સ અને ઉદારવાદીઓ પર દોષ મૂક્તો હતો. તેથી, તે આશ્ચર્યજનક નથી કે મહારાષ્ટ્રના પાલઘરમાં બે હિન્દુ સાધુઓ સહિત ત્રણ લોકોની ભયંકર લિંચિંગના સમાચાર આવતા જ રિપબ્લિક ટીવીએ આ કાર્યક્રમને કોમી વળાંક આપવાનો પ્રયાસ કર્યું. ગોસ્વામી પ્રાઇમટાઇમમાં હોબાળો મચાવી કહેતા હતા કે, “દો સંતોંકી ખુલેઆમ હત્યા… જિસ દેશ કી ૮૦ પ્રતિશત આબાદી હિંદુ હૈ, સનાતની હૈ, કયા વહાં હિંદુ હોના અપરાધ હો ગયા હૈ ? ગોસ્વામી એ પણ ભૂલી ગયા કે, વડાપ્રધાન મોદી પણ લિંચિંગ મુદ્દે ચુપ રહે છે પણ એ હજુ આગળ વધીને સોનિયા ગાંધીને પણ આ પ્રકરણમાં ખેંચી લાવ્યા. પરંતુ ગોસ્વામીએ તેમાં રહેલ તથ્યોને આધારે કોઈ ટીકા કરી ન હતી. તેના બદલે, ગોસ્વામીએ અપમાનજનક વાતો કહી, સોનિયા ગાંધી પર સાધુઓની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો અને તે વિશે ઇટાલીને રિપોર્ટ મોકલવા સલાહ આપી. દર્શકોએ અવિશ્વાસની નજરે જોતાં, દેશભરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ આવા પાયાવિહોણા આક્ષેપો અને પક્ષના અધ્યક્ષ સામે નફરતની વાતો ફેલાવતા વાજબી રીતે ગુસ્સે થયા. પરિણામે, ઘણા પોલીસ સ્ટેશનોમાં અનેક રાજ્યોમાં એફઆઈઆર નોંધાઈ હતી. રાષ્ટ્રીય ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ઓથોરિટી (એનબીએસએ)ની સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ અર્નબ ગોસ્વામી અને તેનું નેટવર્ક ભૂતકાળમાં બનાવટી સમાચાર દ્વેષપૂર્ણ ભાષણ રજૂ કરતો રહ્યો છે અને માફી માંગ્યા વિના પણ પોતાની વાતને વળગી રહે છે. પરંતુ, આ સમયે તે અને નેટવર્ક બંને સંસ્કૃતિની અને સભ્યતાની બધી મર્યાદાઓ ઓળંગી ગયા હોય તેવું લાગે છે.