અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ  કેસ દરમિયાન કેટલીક ચેનલો દ્વારા મુંબઇ પોલીસની ભારે ટીકા કરાઇ હતી  શું રિપબ્લિક ટીવીએ ટીઆરપી વધારવા માટે લાંચ આપી ?, ‘પૂછતા હૈ ભારત’

(એજન્સી) મુંબઇ, તા. ૮
મુંબઇના પોલીસ કમિશનર પરમબિર સિંહએ ગુરૂવારે જણાવ્યું હતું કે, રિપબ્લિક ટીવી સહિતની કેટલીક મીડિયા ચેનલો દ્વારા ટીઆરપીમાં ગરબડ અંગેનો પર્દાફાશ મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. એવા પણ સંકેત મળ્યા છે કે, રિપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામીની ધરપકડ થઇ શકે છે કારણ કે, આ કૌભાંડમાં સંડોવણી બદલ મરાઠી ચેનલના બે માલિકોની મુંબઇ પોલીસે પહેલા જ ધરપકડ કરી છે. કમિશનરે જણાવ્યું હતું કે, જો આ છેતરપિંડીના આરોપો સિદ્ધ થશે તો આ ત્રણેય ટીવી ચેનલોના બેંક એકાઉન્ટ સીઝ કરાશે અને રકિપબ્લિક ટીવી વિરૂદ્ધ તપાસ આદરાશે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સિંહે જણાવ્યું ંકે, મેં જેમ કહ્યું તેમ, બે ચેનલના માલિકો ફક્ત મરાઠી અને બોક્ષ સિનેમાના માલિકોની ધરપકડ કરાઇ છે. જાણવા મળ્યું છે કે, ટીઆરપી રેકેટમાં સામેલ રિપબ્લિક ટીવીના પ્રમોટર્સ અને ડાયરેક્ટર્સ સહિતના કામ કરતા લોકો સામે પણ તપાસ ચાલુ કરી શકાય છે. ભવિષ્યમાં રિપબ્લિક ટીવીના કર્મચારીઓ, ડાયરેકટર્સ અને પ્રમોટર્સ વિરૂદ્ધ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ અંગે મીડિયા કવરેજ મધ્યે જ કેટલીક મીડિયા ચેનલો દ્વારા મુંબઇ પોલીસની ભારે ટીકા કરવામાં આવી રહી હતી.
કમિશનર દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સંકેત અપાયા છે કે, ગોસ્વામી રિપબ્લિક ટીવી અને રિપબ્લિક ભારત બંનેનો પ્રમોટર છે અને તેની પણ ધરપકડ થઇ શકે છે. રિપબ્લિક ભારતે તાજેતરમાં દાવો કર્યો હતો કે, આજ તકને પછાડી ટીઆરપી રેસમાં તે પ્રથમ સ્થાને છે. આજ તક હિંદી ટીવી ન્યૂઝમાં માર્કેટ લીડર તરીકેની છાપ ધરાવે છે. મુંંબઇના ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે, તમે જાણો છો કો, ટીવી જાહેરાતોમાંથી હજારો કરોડો રૂપિયા કમાવાય છે. ઉપરાંત કમિશનરે જણાવ્યું કે, નકલી ટીઆરપીને દર્શાવી મોટી જાહેરાતોમાંથી નાણા કમાવવાને પણ અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે છે તેની પણ તપાસ થશે. ટીઆરપીમાં ગરબડ દ્વારા નાણા આપનારી જાહેરાત જાહેરાત કંપનીઓને પણ સકંજામાં લેવા માટે નોટિસ પાઠવાશે. આ છેતરપિંડીમાં તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતા કે પછી પીડિત બન્યા છે તેની તપાસ કરાશે. સિંહે કહ્યું કે, ટીઆરપી સિસ્ટમ સાથે ગરબડ કરાઇ છે અને અમે ત્રણ ચેનલોની ઓળખ કરી છે જેમાં રિપબ્લિક ટીવી સૌથી મોટી કૌભાંડકારી હોવાનું સામે આવ્યું છે. રિપબ્લિક ટીવી સહિતની આ ચેનલોના બેંક એકાઉન્ટની પણ તપાસ કરાશે અને તે સીઝ પણ થઇ શકે છે. રિપબ્લિક ટીવી દરેક ઘરમાં ૪૦૦-૫૦૦ રૂપિયા દર મહિને આપતી હોવાનો પણ ખુલાસો થયો છે તેથી આવા લોકોની પણ તપાસ કરાશે.