(એજન્સી) તા.૯
અત્યંત ખોટો અને કુપ્રચાર કરીને સમાજની વિવિધ કોમ વચ્ચે ભાગલાં પડાવવાનું કામ કરતી અર્નબ ગોસ્વામીની રિપબ્લિક ટીવી ચેનલને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી પ્રાઇમ ટાઇમની જાહેરાતોના સ્વરૂપમાં નાણાંકીય મદદ કરવા બદલ દેશના લાખો લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. બુધવારે આ ન્યૂઝ ચેનલના પ્રાઇમ ટાઇમ દરમ્યાન જ્યારે દિલ્હી સરકારની જાહેરાત જોવા મળી ત્યારે જ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. સૈફ અલી ખાન સાથે ફિલ્મમાં સાથએ કામ કરનાર અભિનેત્રી કવિતા કૌશિકે કુખ્યાત રીતે કુપ્રચાર અને અપ્રચાર ફેલાવવા બદલ અર્નબ ગોસ્વામી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા તેના એક અઠવાડિયા બાદ જ તેની ન્યૂઝ ચેનલ ઉપર દિલ્હી સરકારની જાહેરાત જોવા મળી હતી. અર્નબ ગોસ્વામીની આ ન્યૂઝ ચેનલ દેશની લઘુમતી કોમો વિરુધ્‌ નફરતભર્યો પ્રચાર ફેલાવવા બદલ દેશભરમાં કુખ્યાત બની છે તેમ છતાં દિલ્હીની કેજરીવાલ સરકારે તેને પ્રાઇમ ટાઇમની જાહેરાતો આપી છે જે ઘણુ સૂચક છે. ફ્રાન્સની વિખ્યાત રેનો કંપનીએ પણ અર્નબ ગોસ્વામીના નફરતભર્યા કુપ્રચાર બદલ તેની ચેનલ સાથેનો કરાર રદ કરી દીધો હતો. બુધવારે કેજરીવાલ રિપબ્લિક ન્યૂઝ ચેનલ ઉપર દિલ્હી વાસીઓને પ્લાઝમાનું દાન કરવાની અપીલ કરતી જાહેરાતમાં જોવા મળ્યા હતા જેના કારણે કેજરીવાલના ટેકેદારો અને સમર્થકો પણ અચંબામાં પડી ગયા હતા, કેમ કે આ ન્યૂઝ ચેનલ લઘુમતી કોમ વિરુધ્ધ કુપ્રચાર ફેલાવવા માટે કુખ્યાત બની ગઇ છે અને અરવિંદ કેજરીવાલ બિનસાંપ્રદાયિકતાની નીતિમાં શ્રધ્ધા ધરાવે છે. કેરજીવાલના આ નિર્ણય બદલ હજારો લોકોએ કેજરીવાલને ટિ્‌વટર ઉપર ટ્રોલ કર્યા હતા. અક્ષય નામના એક નાગરિકે ટિ્‌વટર ઉપર લખ્યું હતું કે કેજરીવાલે રિપબ્લિક ન્યૂઝ ચેનલને જાહેરાત આપવી જોઇ નહીં. નુરુલ ઇસ્લામ મલિક નામના અન્ય એક યુઝર્સે ટિ્‌વટ કર્યું હતું કે ભાજપ અને આપ એકસરખા જ છે. આમ આદમી પાર્ટીનું સમર્થન કરનાર અન્ય એક અક્ષત નામના નાગરિકે ટિ્‌વટ કર્યું હતું કે નફરત ફેલાવતી ન્યૂઝ ચેનલને કેજરીવાલે કોઇ જાહેરાત આપવી જોઇ નહીં. ડો.સાકીબ આઇ.ખાનના નામના એક ડોક્ટરે કેજરીવાલને ટ્રોલ કરતાં લખ્યું હતું કે કેજરીવાલે તેમનો આત્મ શૈતાનને વેચી દીધો છે.