અમદાવાદ, તા.૨૬
નાણામંત્રીએ બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર માટે પણ કુલ રૂ.૧૩૯૭ કરોડની જોગવાઇ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, અલંગ શીપ રિસાયકલીંગ યાર્ડને રૂ.૭૧૫ કરોડના ખર્ચે આધુનિક કરાશે તો, રૂ.૨૪૦ કરોડના ખર્ચે જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯૫ નવી બસો સેવામાં મૂકાશે. આ બસો બીએસ-૬ મોડલ આધારિત હોઇ વાતાવરણને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે, જે માટે કુલ રૂ.૨૪૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો, અલંગ શીપ પ્રોજેકટ અંતર્ગત હાલનાં ૭૦ શિપ રિસાયલિંગ પ્લોટ અપગ્રેડ થશે અને ૧૫ નવા પ્લોટ બનાવવામાં આવશે.