ભાવનગર,તા.ર૪
ભાવનગર નજીકના અલંગ શીપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૯ સામે ખોલીમાં રહેતા રાજીવકુમાર રામ અકવાન (ઉ.વ.ર૬)એ મંગળવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાની ખોલીમાં જ ભાઈઓ સાથે બોલાચાલી થતાં પોતાની જાતે જ પોતાના ગળામાં છરી મારી દેતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. જ્યાં આ શખ્સની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.
જ્યારે તળાજા નગરપાલિકા સંચાલિત પંચનાથ મહાદેવ (સ્મશાન-મોક્ષધામ)ના પુજારી તરીકે કામ કરતા અમરીશગીરી નર્મદગીરી ગૌસ્વામી રાત્રે ૮ વાગ્યાના સુમારે શીવાલયમાં હતા. તે વેળાએ આવેલા મહુવાના હુડકો વિસ્તારમાં રહેતા વાહિદ અનુભાઈ નામના શખ્સે આવીને કહ્યું હતું કે, અહીં તાળા કેમ માર્યા છે ? તેમ કહી ઉશ્કેરાઈ જઈ તલવાર વડે પુજારી અમરીશગીરી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.