(એજન્સી) તા. ૬
અલીગઢમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. એક મુસ્લિમ દર્દી સાથે ભારે ભયાવહતા દર્શાવતાં ખાનગી હોસ્પિટલના સ્ટાફકર્મીઓએ જ મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. જોકે તેમની મારપીટને કારણે દર્દીનું હોસ્પિટલ સામે જ મૃત્યુ નીપજ્યું હતું. એવો આરોપ મૃત્યુ પામેલા દર્દી ૪૪ વર્ષીય સુલતાનની પત્ની જમીલાએ મૂક્યો હતો. સુલતાન અલીગઢમાં કારેકા તાલુકાનો રહેવાશી હતો અને ૨ જુલાઈના રોજ સુલતાન તેની પત્ની અને દીકરા તથા ભત્રીજા સાથે ખાનગી હોસ્પિટલ એન.બી.માં પહોંચ્યો હતો. તે અલીગઢના ધોરામાં આવેલી છે. તેના પરિવારના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સુલતાનને ડાસુરિયા(પેઈનફૂલ યુરિનેશન)ની સમસ્યા હતી. હોસ્પિટલ છોડતી વખતે પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે અમે સંપૂર્ણ બિલ ચૂકવી દીધું છતાં હોસ્પિટલના સ્ટાફકર્મીઓ વધુ પૈસાની ચૂકવણી કરવા માટે ધમકાવી રહ્યા હતા. તેઓએ બળજબરીપૂર્વક સુલતાન સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. જેના કારણે લાકડી સુલતાનને વાગતાં તે મૃત્યુ પામ્યો હતો. એ જ દિવસે એક એવો સીસીટીવી ફૂટેજ વાઈરલ થયો હતો જેમાં એક યુવક હોસ્પિટલમાંથી બહાર દોડતો દેખાય છે અને તે સ્કૂટી પર જતા એક વ્યક્તિ સાથે મારપીટ કરી રહ્યો હતો. સુલતાનના ભત્રીજા ચમને કહ્યું કે હું અને સુલતાન બંને સ્કૂટી પર જ જઇ રહ્યા હતા. વધુ એક વીડિયો આવ્યો હતો જેમાં ચમન એક વ્યક્તિને ધક્કો મારતો દેખાય છે. અમને સ્વીકાર્યુ પણ હતું કે આ હાં એ હું જ હતો. જોકે મારા કાકાની સ્થિતિ ગંભીર હોવાને લીધે તે સમયે તે મારી પ્રતિક્રિયા હતી. તેઓ અમને જવા દઈ રહ્યા નહોતા. આ કારણે જ મેં તેને ધક્કો માર્યો હતો.