(એજન્સી) તા.૧૫
અલ્જિરિયાના વડાપ્રધાને તેલ-અવીવ અને મોરક્કોની વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે ઈઝરાયેલ અમારી સીમાઓ પર આવી ગયું છે અને આ જોખમનો સામનો કરવા માટે આપણે એકજૂથ થવું જોઈએ. અલ્જિરિયાના વડાપ્રધાન અબ્દુલ અજીજ જર્રાદે પોતાના દેશની વિરૂદ્ધ ઈઝરાયેલના નવા જોખમો વિશે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે જ્યારે આપણે પોતાના નાગરિકોને આ કહીએ છીએ કે એક વિદેશી અભિયાન દેશની સ્થિરતાને નિશાન બનાવી રહ્યું છે તો તે આ જ અભિયાન છે. તેમનું કહેવું હતું કે આ તે જ અભિયાનની નિશાનીઓ છે. અમે આજે પોતાની સીમાઓ પર આફ્રિકા અને મોરક્કોમાં યુદ્ધ અને અસ્થિરતાના સાક્ષી છે. તેમનું કહેવું હતું કે આજે અમારી સીમાઓની નજીક ઈઝરાયેલને પહોંચાડવા માટે એક વાસ્તવિક ઉદ્દેશ વધુ ઈચ્છા યોગ્ય છે. અલ્જિરિયાના વડાપ્રધાને આંતરિક સમસ્યાઓના ઉકેલ માટે દેશના સમગ્ર નાગરિકોના પ્રયાસોને વધારવાની જરૂરિયાત પર ભાર આપ્યો અને દેશની જનતા, રાજનેતાઓ અને બુદ્ધિજીવીઓને જણાવ્યું કે તે હોશિયાર રહે અને દેશની સ્થિરતા માટે પ્રયાસ કરે. અલ્જિરિયાના વડાપ્રધાન અબ્દુલ અજીજ જર્રાદે જણાવ્યું કે આપણે પોતે મળીને પોતાની આંતરિક સમસ્યાઓનો ઉકેલ કરવો જોઈએ. જેથી આ સંકટોમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ નીકળી શકે. તેમનું કહેવું હતું કે આજે અલ્જિરિયાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને આ સંવેદનશીલ તબક્કામાં આપણે એક બીજાનો સાથ આપતા સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે પોતે પ્રયાસ કરવો જોઈએ.