(એજન્સી) તા.૨૦
હવામાન અને કોવિડ-૧૯ના મહત્તમ વૃદ્ધિ દર સાથે વૈશ્વિક સ્તરે જે આંકડાકીય મોડેલ્સ ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકોને આ નવા અભ્યાસમાં એવું જણાયું છે કે અલ્ટ્રા વાયોલેટ (યુવી) અર્થાત પારજાંબલી પ્રકાશનું સ્ત્રોત જો ઊચું હોય તો તેના કારણે ઘાતક વાયરસનો ગ્રોથ ઘટી જાય છે. પ્રોસિડીંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રસિદ્ધ થયેલ એક અભ્યાસમાં જણાવ્યું છે કે તારણોના આધારે સંશોધકોએ એવી આગાહી કરી છે કે ઉનાળામાં કોવિડ-૧૯નો મહત્તમ ગ્રોથ ઘટી જશે, પરંતુ શિયાળામાં ખાસ કરીને પાનખર દરમિયાન તે ફરીથી ઊથલો મારી શકે છે. કોરીમેરો અને માર્ક-સી અર્બનના સંશોધન લેખમાં જણાવાયું છે કે ઉનાળાને કારણે કોરોના સંક્રમણ ઘટશે કે કેમ તે હજુ જાહેર થયું નથી અને તેના કારણે હોસ્પિટલ પર વેક્સિન બનાવવાનું દબાણ વધ્યું છે. અભ્યાસમાં એવું જણાવાયું હતું કે લેબોરેટરી અભ્યાસ અને સંશોધન પરથી એવું અનુમાન છે કે કોવિડ-૧૯ વધુ તાપમાન, બેજ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ સાથે ઘટતું જશે. અહેવાલમાં જણાવાયું છે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ કોવિડ-૧૯ના ઓછા ગ્રોથ સાથે મજબૂત રીતે સંકળાયેલ છે. પ્રોજેક્શન એવો નિર્દેશ આપે છે કે કોવિડ-૧૯ ઉનાળા દરમિયાન કામચલાઉ રીતે ઘટશે, પાનખરમાં ફરી ઊથલો મારશે અને આગામી શિયાળામાં સૌથી ઊંચાઇએ પહોંચશે એવું આ લેખમાં જણાવ્યું છે. જો કે આ બાબત અંગે હજુ ઘણી અનિશ્ચિતતા છે અને એક અઠવાડિયામાં ઉનાળા દરમિયાન સંક્રમણનો સાપ્તાહિક દર બમણો થવાની સંભાવના ૨૦ ટકા છે. જ્હોન હોપકિંન્સના અદ્યતન અપડેટ્‌સ અનુસાર વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ના ૩૮૦૩૨૩૨૦ કેસ છે અને મહામારીને કારણે ૧૦૮૪૩૩૬ના વૈશ્વિક સ્તરે મૃત્યુ થયાં છે. ૭૮૫૨૦૦૮ કેસો સાથે અને કુલ ૨૧૫૮૦૩ના મોત સાથે અમેરિકા કોવિડ-૧૯ના સંદર્ભમાં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્ય છે. અમેરિકા બાદ સૌથી વધુ અસરગ્રસ્ત બે રાજ્યોમાં ભારત અને બ્રાઝિલનો નંબર આવે છે.