(એજન્સી) રિયાધ, તા.૧૫
અલ જઝીરાના પૂર્વ ડિરેક્ટર યાસીર અબુ હિલાલાએ સઉદી દ્વારા ફંડ મેળવતા અલ- અરેબિયા ન્યુઝ ચેનલના દાવાને રદિયો આપ્યો જેમાં ચેનલે કહ્યું હતું કે મેં એવા પત્રકારો, લેખકોને બ્લેકલિસ્ટ કરવા કહ્યું હતું જેઓએ યુએઈ અને બેહરીનના ઇઝરાયેલ સાથે કરાયેલ સમજૂતીના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
એમણે કહ્યું કે અલ- અરેબિયાના આક્ષેપોથી પુરવાર થાય છે કે તેઓને પેલેસ્ટીનીઓના અધિકારો માટે ચિંતા નથી. હું પેલેસ્ટીનીઓને મારૂં સમર્થન આપતા અચકાઈશ નહીં. જેઓ આ સમજૂતી કરારને પીઠ પાછળના ઘા તરીકે જણાવી રહ્યા છે.
જોર્ડનમાં જન્મેલ પત્રકારના કહેવા મુજબ એ સ્પષ્ટ છે કે અલ અરેબિયાની પોસ્ટનો ઉદ્દેશ્ય છેતરપિંડી દ્વારા પશ્ચિમી લોકોના અભિપ્રાયને ભડકાવવાનો છે.
અબુ હિલાલે કહ્યું કે બ્લેક લિસ્ટ કરવાના બનાવટી જૂઠાણાને બદલે અલ અરેબિયાના ચેરમેન અબ્દુલ રહેમાને એવા પત્રકારોની યાદી બનાવવી જોઈએ જેઓએ કરારને સમર્થન આપ્યું છે અને એમને ઇનામ આપવું જોઈએ.
અલ જઝીરાના પૂર્વ અધિકારી મુજબ ઇઝરાયેલ સાથેનો કરાયેલ કરાર ખરી રીતે એક મિલિટરી કરાર છે જેનાથી યુએઇને ફાઈટર જેટ વિમાનો અને ડ્રોન આપી ક્ષેત્રમાં યુદ્ધ કરાવી શકાય.
હકીકતમાં જેમણે બ્લેક લિસ્ટની ધમકી આપી છે એ સૌદ અલ કહ્તાનિ છે જે સઉદીના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા માટે જવાબદાર છે.
અબુ હિલાલે કહ્યું કે અરબ શાંતિ યોજના એ હતી કે ઇઝરાયેલના કબજાનો અંત આવે એ પછી સમજૂતી કરવાની હતી પણ એના બદલે એવું જણાય છે કે અબ્દુલ રહેમાન યુએઈના ઇઝરાયેલ સાથે થયેલ હાલની સમજૂતી કરારના વલણને સમર્થન આપે છે.
Recent Comments