અમરેલી, તા.૨૨
સાવરકુંડલા તાલુકાના મીતિયાળા ગામે ગ્રામ પંચાયતના સભ્યને બે શખ્સોએ રસ્તામાં ઊભો રાખી કહેલ કે તે અવિશ્વાશની દરખાસ્તમાં સહી શું કામ કરી તેમ કહી ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના મીતિયાળા ગામે રહેતો અને ગ્રામ પંચાયતમાં છેલ્લા સાત વર્ષથી સભ્ય રહેલ ભનુભાઇ લખમણભાઇ દેલવાણીયા (ઉવ-૩૪)ને ગામના જ હરેશભાઇ દેવરાજભાઈ વડેચા અને જગદીશભાઈ લાલજીભાઈ વડેચાએ ભનુભાઇ દેલવાણીયાને રસ્તામાં રોકી કહેલ કે, તે અવિશ્વાસની દરખાસ્તમાં સહી શું કામ કરી તેમ કહી ઉશ્કેરાઈ જઈ બંને જણાએ ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી હતી અને કહેલ કે આજ બચી ગયો છે હવે મારી સામે પડીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.