સરકારી કોલેજ મેઘરજ ખાતે ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મામલતદારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. પ્રાસંગિક પ્રવચનમાં આચાર્ય સાગર દવે દ્વારા મામલતદાર એસ.એ.ચૌહાણનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અશક્ત અને અપંગ વયોવૃદ્ધ તેમજ નિવૃત્ત બીએલઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ઈ-ઈપીઆઈસી કઈ રીતે ડાઉનલોડ કરવું તેનું પ્રેજેન્ટેશન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં નાયબ મામલતદારે મતદારયાદી દ્વારા મતદાતાએ લેવાના શપથ સૌ ઉપસ્થિત મહેમાનો સાથે લેવામાં આવ્યા.