(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
દિલ્હી સ્થિત અશોકનગર મસ્જિદ પાસે એક ઘર ગુલશનનું હતું. અશોકનગર હિન્દુ બહુમતીવાળો વિસ્તાર છે. જ્યાં ગલી નં.પાંચમાં મસ્જિદને ભીડ દ્વારા આગ લગાડાઈ. ગુંબજ પાસે ભગવો ઝંડો અને તિરંગો લગાવ્યો. રપ ફેબ્રુઆરીની આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ કલાકો પછી પણ મસ્જિદ ઉપરથી ઝંડો ઉતારાયો નહતો. નજરે જોનારાઓએ ક્વિંટને બતાવ્યું કે ભીડ દ્વારા મસ્જિદની આસપાસની દુકાનો અને ઘરો પર હુમલા કર્યા તોડફોડ કરી અને મોંઘી ચીજો લૂંટી ગયા. તે સમયે ગુલશનનું ઘર ખંડેર બની ગયું. ગુલશન કહે છે કે હવે આ બધું કેવી રીતે ઠીક થશે ? બહેતર હશે કે હું અને બાળકો ઝેર પી મોતને વ્હાલું કરીએ.
મસ્જિદ પાસે ચંપલની દુકાનના માલિક દાનિશે કહ્યું કે તેમના ઘરની આસપાસ ભીડ જમા થઈ હતી. જયશ્રી રામના નારા લગાવતી હતી. પોલીસને જાણકારી આપી હતી છતાં પોલીસ થોડાક સમય ઘટના સ્થળે આવી. પોલીસના ગયા બાદ ભીડે ફરી હિંસા કરી ઘરો અને મસ્જિદોમાં તોડફોડ કરી. બાળકો આગથી દમ ઘૂંટી રહ્યા હતા. તેમને છત પર લઈ જઈ જાન બચાવી ત્યારબાદ અમે રાતે સગાઓને ઘરે આશ્રય લીધો હતો. માત્ર ૬૪ વર્ષના બુઝૂર્ગ જીતેન્દ્ર સિંગે મસ્જિદમાં તોડફોડનો વિરોધ કરી શાંતિની અપીલ કરી. ભીડનો સામનો કર્યો. હંગામો ન કરવા અપીલ કરી. તમામ બહારથી આવેલા હતા. જીતન્દ્રસિંગે ભીડને અપીલ કરી હતી કે લાંબા સમયથી પાડોશમાં રહેતા મુસ્લિમોને નુકસાન ન કરો. મસ્જિદમા તોડફોડ દુર્ભાગ્યપૂર્ણ છે. તેને રોકવામાં સફળ થયો નહીં. ટોળાએ મારા ઘર પર પથ્થર ફેંક્યા.