દુબઈ,તા.૧૩
દ. આફ્રિકાનો ઝડપી બોલર રબાડા બાંગ્લાદેશ વિરૂદ્ધ શાનદાર પ્રદર્શનથી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. મેન ઓફ ધ મેચ રબાડાએ બંને ઈનિંગોમાં પાંચ-પાંચ વિકેટ ઝડપી. જેની મદદથી દ. આફ્રિકાએ ઈનિંગ અને રપ૪ રને વિજય મેળવ્યો. આ રેન્કિંગમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના પરિણામને પણ સામેલ કરવામાં આવ્યું છે. જેને શ્રીલંકાએ ૬૮ રને જીતી સિરીઝ ર-૦થી જીતી લીધી. રબાડાએ હેરાથ અને અશ્વિનને પાછળ પાડી દીધા અને હવે તેના ૮૭૬ પોઈન્ટ છે. રબાડા બીજા સ્થાને ચાલી રહેલા રવીન્દ્ર જાડેજાથી ફક્ત આઠ જ્યારે નંબરવન એન્ડરસનથી ર૦ પોઈન્ટ પાછળ છે.