બેટિંગમાં ફરી ફ્લોપ રહ્યા બાદ ફિલ્ડિંગમાં પણ પૃથ્વી શોનું ભોપાળું
કાંગારૂઓની પ્રથમ પારી ૧૯૧માં સમેટાઈ, ભારતે બીજા દાવમાં એક વિકેટ ગુમાવી ૯ રન કર્યા

નવી, દિલ્હી,તા.૧૮
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ડે-નાઈટા ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ટીમ ૧૯૧ રને ઓલઆઉટ થઈ હતી. ૫૩ રનની લીડ સાથે ભારતે બીજી ઈનિંગ શરૂ કરી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી. નવોદિત ઓપનર ફરી એકવાર માત્ર ૪ જ રને બોલ્ડ થયો હતો. બીજા દિવસના અંતે મયંક અગ્રવાલ ૫ અને જસપ્રીત બુમરાહ શૂન્ય રને અણનમ છે. ભારતનો કુલ સ્કોર ૧ વિકેટે ૯ રન બનાવ્યા હતાં. પહેલી ઈનિગના ૫૩ રન સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૫૩ રનની લીડ લીધી છે. મયંક અગ્રવાલ ૨ રને કમિન્સની બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને જીવનદાન આપ્યું હતું. પેને મયંકનોનો કેચ છોડ્યો હતો. એડિલેડ ખાતે રમાઈ રહેલી ચાર મેચોની શ્રેણીની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો બોલ્યો હતો.
ભારતીય બોલરોના પ્રભાવશાળી પ્રદર્શનના પગલે ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં માત્ર ૧૯૧ રનમાં ખખડ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ટીમ પેને અણનમ ૭૩ રન બનાવ્યા હતાં. ભારતે પહેલી ઈનિંગમાં ૨૪૪ રન બનાવ્યા હતાં. ભારત તરફથી રવિચંન્દ્રન અશ્ચિને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે ૩ અને જસપ્રીત બુમરાહે ૨ વિકેટ પોતાના નામે કરી હતી. ભારતે ૫૩ રનની લીડ મેળવી છે. ભારતે ગઈ કાલે પહેલા દિવસે ૬ વિકેટે ૨૩૩ રન બનાવ્યા હતાં. આજે બીજા દિવસે ભારતે પોતાની ઈનિંગ આગળ ધપાવતા માત્ર ૧૧ જ રન જોડ્યા હતાં. ભારત તરફથી સૌથી વધુ કેપ્ટન વિરાટ કોહલીએ ૭૪ અને ચેતેશ્વર પુજારાએ ૪૩ રન બનાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે સૌથી વધુ ૪ અને પેટ કમિન્સે ૩ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને નાથન લાયને ૧-૧ વિકેટ ખેરવી હતી. ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. આજે ઓસ્ટ્રેલિયાની શરૂઆત અત્યંત ધીમી રહી હતી. ભારત સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ૯ વિકેટે ૧૬૮ રન કર્યા છે. ટિમ પેન અને જોશ હેઝલવુડ ક્રિઝ પર ઊભા છે. પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી મારી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને ૪, ઉમેશ યાદવે ૩ અને જ્યારે જસપ્રીત બુમરાહ ૨ વિકેટ લીધી છે.