(એજન્સી) તા.૩૦
મુંબઇમાં વિરોધ કરવાનો પોતાનો બંધારણીય અધિકાર લાગુ પાડવાની કિંમત રૂા.૫૦ લાખ પર નિર્ધારિત કરવામાં આવી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો પર હુમલાના સંદર્ભમાં જાન્યુ.માં મુંબઇ ખાતે યોજાયેલ વિરોધ દેખાવોમાં ભાગ લેવા બદલ મુંબઇ પોલીસે ૨૪ વર્ષના વિદ્યાર્થી અને સાંસ્કૃતિક કર્મશીલ સુવર્ણા સાલવે પાસેથી રૂા.૫૦ લાખની શ્યોરિટી માગતી નોટીસ બજાવી છે.
સુવર્ણા સાલવે સામે આ જ એક માત્ર એફઆઇઆર દાખલ કરાઇ છે જ્યારે મુંબઇ પોલીસે તેમને રીઢા ગુનેગાર કરીકે વર્ગીકૃત કરવાનો અને તેની વિરુદ્ધ તડીપાર કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરવા નિર્ણય કર્યો છે. જાણીતા ગાયક અને સાંસ્કૃતિક સંસ્થા સમતા કલામંચના કર્મશીલ સુવર્ણા સાવલેની ૩૧ લોકો સાથે ૬,જાન્યુ.ના રોજ દ.મુબઇમાં હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુુધી શાંંતિપૂર્ણ રેલીમાં ભાગ લેવા બદલ એમએ માર્ગ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. કર્મશીલો સામે એફઆઇઆર દાખલ કરવાના મુંબઇ પોલીસના નિર્ણયની ચોમેરથી ટીકા થઇ હતી. માનવ અધિકાર કર્નશીલો અને રાજકીય નેતાઓએ મુંબઇ પોલીસના આ પગલાને અતિરેક તરીકે ગણાવીને દિલ્હી પોલીસ સાથે તુલના કરી હતી જે જેએનયુ કેમ્પસ પર ૩ કલાક ચાલેલ ટોળા હિંસાને કાબૂમાં લેવા માટે કોઇ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઇ હતી અને મૂક પ્રેક્ષક બની રહી હતી. મુંબઇ ખાતેના વિરોધમાં બોમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ ડી જી કોલસે-પાટીલ અને અભિનેતા સુશાંતસિંહે પણ ભાગ લીધો હતો. આમ મુંબઇ પોલીસ દ્વારા અસંમતિ અને પ્રતિકારને નિયંત્રીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મુંબઇ પોલીસે વિરોધ કરવા બદલ એક કર્મશીલ પાસેથી રૂા.૫૦ લાખના જામીન માગ્યાં હતાં.