(એજન્સી) તા.૪
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદે સીરિયામાં સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક આતંકવાદ સામે લડવામાં રશિયાના લશ્કરી થાણાઓ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. રશિયાની ટીવી ચેનલ ઝવેઝદાને આપેલા એક વિશિષ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન અલ-અસદે નિવેદનો આપ્યા હતા જેમાં તેમણે જાહેરાત કરી હતી કે : “આજે અમે સીરિયામાં વૈશ્વિક આતંકવાદનો સામનો કરી રહ્યા છે અને રશિયા અમને સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યું છે પણ આતંકવાદને નાબૂદ કર્યા પછી, રશિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર એક અન્ય ભૂમિકા ભજવશે. જેમાં તેની દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિભિન્ન રાજ્યોને આંતરરાષ્ટ્રીય કાયદાને અમલમાં મૂકવા માટે અને લાગુ કરવા માટે વિનંતી કરવા અંગેનો સમાવેશ થાય છે.” તેમણે ધ્યાન દોરતા કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સંબંધોની વર્તમાન પ્રણાલીમાં સત્તાઓનું અસમતોલન છે અને રશિયાએ ખોવાયેલા અને બગડેલા સમતોલનને પુનઃસ્થાપિત કરવું જ જોઈએ. અસદે નોંધતા કહ્યું કે, રશિયન સૈન્યની હાજરી ફક્ત સીરિયામાં જ નહીં પણ વિશ્વભરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. સીરિયાના પ્રમુખે સંકેત આપ્યો કે, રશિયા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં એક મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને વિશ્વને વધુ ન્યાયપાત્ર અને સમતોલિત બનાવી શકે છે. ખરેખર, જો પશ્ચિમ તેની આક્રામક નીતિનો ત્યાગ કરે, જેનો આધાર વિશ્વમાં સમસ્યાઓ ઊભી કરવા લશ્કરી બળનો ઉપયોગ કરવા પર છે, તો રશિયાને લશ્કરી તાકાત ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. જેવું કે, મેં અગાઉ પણ કહ્યું હતું, વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સંતુલિત કરવાની જરૂર છે.
Recent Comments