અબજોપતિ હોવા છતાં વિનમ્ર અને ડાઉન ટુ અર્થ એવા
મોહસીનભાઈ અને ઝુબેરભાઈનો ઈસા પરિવાર મૂળ
મનુબર તા.જિ. ભરૂચ ગામનો છે અને ફાઉન્ડેશન
દેશ-વિદેશમાં પ્રશંસ્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યો છે

અબજોપતિ ઈસા બંધુઓએ ૬.૮ બિલિયન પાઉન્ડમાં અસ્દા હસ્તાંતરિત કરી • ગુજરાતી મૂળના ઝુબેર ઈસા અને મોહસીન ઈસા હંમેશાં નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહે છે જે તેમની સફળતા પાછળનું મુખ્ય કારણ છે

આમ તો ભારતવાસીઓ દુનિયાભરમાં વસેલા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. પરંતુ ગુજરાતીઓની વાત જ ન્યારી છે. ભારતનું નામ ગુજરાતીઓએ જેટલુ દુનિયામાં રોશન કર્યું છે. એટલું તો ભાગ્યે જ કોઈએ કર્યું હશે. મહાત્મા ગાંધી તો વિશ્વ નેતા તરીકે સ્થાપિત થઈ ચૂકયા છે. પરંતુ આ મહાન હસ્તીની પહેલાંના ગુજરાતીઓ અને ત્યાર પછીના એટલે કે આજની તારીખ સુધીના ગુજરાતીઓ વિશ્વના કોઈપણ ખૂણે દેશનું નામ રોશન કરતા જ રહે છે. ક્ષેત્ર કોઈ પણ હોય પરંતુ ગુજરાતી કાંઠું કાઢીને જ રહેવાનો… પછી તે વણિક હોય, બ્રાહ્મણ હોય કે મુસ્લિમ હોય… તેની પહેલી ગુણવત્તા ગુજરાતી તરીકેની હોય એટલે સાહસ અને કંઈક સારૂં પ્રાપ્ત કરવાની વૃત્તિ તેને ગળથૂથીમાંથી મળવાની… અને આ વૃત્તિને કારણે જ પેઢીઓથી ગુજરાતીઓ વિશ્વભરમાં નામ રોશન કરતા આવ્યા છે. એમાંયે પાછા ભરૂચ-સુરતની આસપાસના ગામોમાં મૂળિયા ધરાવતા વ્હોરા પટેલ, મુસ્લિમો તો પાછા ચારચાસણી ચડે એવા છે. ખાસ કરીને એમણે દક્ષિણ આફ્રિકા, બ્રિટન જેવા દેશોમાં સારૂં એવું કાંઠું કાઢ્યું છે. દુલા ઉમર, ગુલામ પહાડ હોય ગાંધીજીના સાથી નવસારીના ઈસ્માઈલ કાછલિયા હોય, ઈસપ પહાડ હોય કે નાથલિયા પરિવાર હોય, મનુબરનું મુન્શી પરિવાર આ સૌએ જે તે દેશમાં વસીને ત્યાં રાજકીય ક્ષેત્ર, વ્યાપાર ક્ષેત્ર કે પછી સામાજિક સેવામાં મૂળ ભારતીય-ગુજરાતી તરીકે ઝંડા લહેરાવ્યા છે. આ જ યશકલગીમાં વધુ એક સોનેરી પિચ્છનો ઉમેરો કરતા ભરૂચ પાસેના મૂળ મનુબર ગામના વતની એવા ઈસા ફેમિલીના રત્નોએ બ્રિટનમાં બિઝનેસ ક્ષેત્રે હમણાં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે દુનિયાએ તેમની નોંધ લેવી પડી. ગુજરાતી મૂળના ઈસા બંધુઓ બ્રિટનની પ્રતિષ્ઠિત અને અગ્રણી એવી સુપર માર્કેટ ચેઈન ‘અસ્દા’ને ખરીદી છે. વોલમાર્ટ જેવી મલ્ટિનેશનલ કંપની પાસેથી ૮.૮ અબજ ડૉલરની કિંમતે “અસ્દા”ને ખરીદવી એ કંઈ ખાવાના ખેલ નથી કે નાનીસૂની સિદ્ધિ નથી. પણ ઈસા પરિવારના આપણા મોહસિનભાઈ અને ઝુબેરભાઈ ઈસાએ આ સિદ્ધિપ્રાપ્ત કરી બતાવી છે. આ બંને ભાઈઓના પ્રામાણિક માતા-પિતા મનુબરથી હજી સિત્તેરના દાયકામાં તો બ્રિટન ગયા અને ત્યાં તેમણે પોતાની મહેનત, આવડત અને ઈમાનદારીથી એવું કાંઠું કાઢ્યું કે બિઝનેસમાં મૂળ આગળ વધી ગયા અને પછી તો મોહસિનભાઈ અને ઝુબેરભાઈની જોડીએ ઈજી ગ્રુપ બિઝનેસ ચેઈનથી લઈને વિવિધ વ્યાપાર સામેલ છે અને હવે તેમણે “અસ્દા”ને પણ હસ્તગત કરી છે. વળી જોવાની ખૂબી એ છે કે ગુજરાતીઓ જો શ્રીમંત હોય તો સાથોસાથ દાનની સરવાણીઓ પણ વહેવડાવતા જ હોય જેના ભાગરૂપે ઈસા પરિવારે પણ ‘ઈસા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશન દેશ-વિદેશમાં ગરીબો, વિધ્વાઓ, હોસ્પિટલોમાં જરૂરિયાતમંદોને મબલખ સહાય કરતું રહે છે. હાલમાં આ કોરોનાની મહામારી વખતે પણ ઈસા ફાઉન્ડેશન દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓ કાબિલેદાદ છે. અર્થાત અલ્લાહે બેશુમાર દોલત આપી હોવા છતાં ઈસા પરિવાર બિલકુલ ડાઉન ટુ અર્થ એટલે કે જમીનથી જોડાયેલું છે.
હવે એમની હાલની વ્યવસાયિક સિદ્ધિ એટલે કે “અસ્દા”ને હસ્તગત કરવાની સફળતાની વાત વિગતે જોઈએ તો યુ.કે.ના બ્લેકબર્નના આ બે અબજોપતિ ભાઈઓએ અમેરિકાની રિટેઈલ જાયન્ટ વોલમાર્ટ પાસેથી યુ.કે.ની સુપરમાર્કેટ ચેઈન અસ્દાને હસ્તાંતરિત કરવામાં સાથે મળીને ્‌ડ્ઢઇ કેપિટલે સંયુક્ત રીતે કરેલા સોદાનું મૂલ્ય ૬.૮ બિલિયન પાઉન્ડ છે. આનો અર્થ એ છે કે છેલ્લા બે દાયકામાં પ્રથમવાર યુ.કે.ની કોઈ કંપની પાસે આ સુપરમાર્કેટ ચેઈનની માલિકી હશે. ઈય્ ગ્રુપના માલિકી ધરાવતા ઈસા ભાઈઓ યુ.કે. અને યુરોપમાં પર૦૦થી વધુ પેટ્રોલપંપો ધરાવે છે. બીજી તરફ વોલમાર્ટે કહ્યું હતું કે નવા માલિકો આગામી ત્રણ વર્ષ દરમ્યાન અસ્દામાં ૧ બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી અસ્દાની હરાજી પ્રક્રિયા ચાલી રહી હતી. હરિફાઈ અંગેના કાયદાઓના કારણે એઈસ્નબરી સાથે ૭.૩ બિલિયન પાઉન્ડની મર્જર યોજના નિષ્ફળ ગયા પછી વોલમાર્ટે અસ્દાનો મોટાભાગનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. આ સોદા અંગે જાહેરાત કરતાં વોલમાર્ટે કહ્યું હતું કે અસ્દા લીડસ ખાતે આવેલા તેના હેડક્વાર્ટર્સને યથાવત્‌ રાખશે તેમજ કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ રોજર બર્નલી પણ તેમના પદ પર ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે અસ્દા તેના પેટ્રોલ ફોરકોર્ટ બિઝનેસના દ્વારા પહેલાંથી જ ઈસા ભાઈઓ જોડે વ્યાપારિક સંબંધો ધરાવે છે. આ સુપરમાર્કેટ ચેઈને તાજેતરમાં જ ‘કન્વિનિયન્સ સ્ટોર’ વધારી કંપનીના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ યોજનાના ભાગરૂપે મિડલેન્ડમાં આવેલા ઈય્ ગ્રુપના ત્રણ પેટ્રોલ પંપો પર ‘અસ્દા ઓન મુવ’ નામના સ્ટોર્સની શરૂઆત કરવામાં આવી હતી. મોહસીભાઈ અને ઝુબેરભાઈ ઈસાએ જણાવ્યું હતું કે તેઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે અસ્દાના મેનેજમેન્ટને મદદ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે ઈય્ ગ્રુપ સાથેનો અમારો અનુભવ અને ્‌ડ્ઢઇ કેપિટલ સાથેની અમારી સફળ ભાગીદારી કંપનીના વિસ્તરણની વ્યૂહરચનામાં મદદરૂપ પુરવાર થશે તેમજ તેને ઝડપી પણ બનાવશે.
ઈસા બંધુઓનો પરિચય :
પેટ્રોલ રિટેલર્સ એસોસિએશન(ઁઇછ)ના ચેરમેન બ્રાયન મેડરસન મુજબ ઈસા બંધુઓએ જે ઝડપે તેમના પેટ્રોલ પંપના વ્યવસાયનું વિસ્તરણ કર્યું છે તે તેમને એક ‘નોંધપાત્ર ઉદ્યોગ સાહસિક’ની શ્રેણીમાં મૂકે છે. અગ્રણી ઓઈલ કંપનીઓએ રિફાઈનરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમના પેટ્રોલ પંપોને વેચી નાંખતાં તેનો સીધો લાભ ઈસા બંધુઓને મળ્યો હતો. આ ક્ષેત્રના જાણકારો મુજબ બંને ભાઈઓ ખૂબ જ વિનમ્ર અને વિવેકી છે. થોડા વર્ષો પહેલાં યોજાયેલા એક ઈન્ડસ્ટ્રી એવોર્ડ સમારંભમાં બંને ભાઈઓ હાજર હતા પંરતુ તેઓ સ્ટેજ પર જઈ તેમનો એવોર્ડ લેવામાં પણ સંકોચ અનુભવતા હતા. ઈસા બંધુઓની નજીકના લોકો તેમની સફળતાનું કારણ આપતાં કહે છે કે બંને ભાઈઓ તેમના હરીફો અંગે જાણવા માટે ખૂબ જ જિજ્ઞાસુ છે અને તેઓ હંમેશાં નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહે છે. ‘સન્ડે ટાઈમ્સ’ મુજબ તેમની પાસે ૩.પ૬ બિલિયન પાઉન્ડની સંપત્તિ છે. ઈસા બંધુઓએ ઈય્ ગ્રુપની સ્થાપના ર૦૦૧માં કરી હતી. જે શરૂઆતમાં યુરો ગેરેજીસ તરીકે ઓળખાતું હતું. બંને ભાઈઓએ ગ્રેટર માન્ચેસ્ટરના બરી ખાતે શરૂ કરેલા તેમના પ્રથમ આઉટલેટમાંથી કંપનીને આટલી હદે સફળ બનાવી હતી. ઝુબેર ઈસા અને મોહસીન ઈસા ઈય્ ગ્રુપમાં રપ-રપ ટકાનો હિસ્સો ધરાછે છે જ્યારે આ કંપનીનો પ૦ ટકા હિસ્સો ્‌ડ્ઢઇ કેપિટલ પાસે છે.