નવી દિલ્હી, તા.રર
ક્રિકેટર હાર્દિક પંડ્યા સંવિધાનના નિર્માતા પર કરાયેલ એક ટ્‌વીટને લઈ મુશ્કેલીમાં છે આ ટ્‌વીટ વાસ્તવમાં પંડ્યાના પૈરોડી એકાઉન્ટથી કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના જોધપુરની એક અદાલતે પોલીસને ક્રિકેટર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે પણ ફરિયાદની કોપીમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ ટ્‌વીટ કયારેય પંડ્યાના વેરિફાઈડ એકાઉન્ટથી કરવામાં આવ્યું નથી. હાર્દિક પંડ્યાનુું ટ્‌વીટર એકાઉન્ટ જ્રરટ્ઠઙ્ઘિૈા ર્હઙ્ઘઅટ્ઠ૭ છે. જ્યારે કોર્ટના આ દેશમાં જે ટ્‌વીટનો ઉલ્લેખ છે તે જ્ર જીૈરિટ્ઠઙ્ઘિૈા ૩૭૭૭થી કરવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે, આ ટ્‌વીટ જ્ર જીૈરિટ્ઠઙ્ઘિૈા ૩૭૭૭ એકાઉન્ટથી ર૬ ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. મેઘવાલ રાષ્ટ્રીય ભીમ સેનાનો સભ્ય છે અને તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ક્રિકેટર દ્વારા કરાયેલું ટ્‌્‌વીટ ખોટું ઉદાહરણ રજુ કરે છે કોર્ટે પોલીસને એસસી/એસટીની કલમો મુજબ કેસ નોંધવા જણાવ્યું છે.