(એજન્સી) મોસ્કો, તા.૧૮
મંગળવારે રશિયાના યકુતિઆ પ્રાંતમાં આવેલા કેટલાક વિસ્તારોમાં માઈનસ ૬૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું. આટલા ઓછા તાપમાનને કારણે થર્મોમીટર્સના પારા પણ ઊંચા જઈ શકે તેમ નહોતા.
પૂર્વીય મોસ્કોથી લગભગ ૩,૩૦૦ માઈલ દૂર આવેલ યકુતિઆ પ્રાંતમાં લગભગ ૧ મિલિયન લોકો વસવાટ કરે છે. અહીંના વિદ્યાર્થીઓ પણ દરરોજ માઈનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં શાળાએ જાય છે. પરંતુુ આટલા ઓછા તાપમાનને પગલે મંગળવારે પ્રાંતની દરેક શાળાઓને બંધ રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા વાલીઓને તેમના બાળકોને ઘરની અંદર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઓયમ્યાકોન કે જે પૃથ્વી પરનું સૌથી ઠંડું સ્થળ છે, ત્યાં માઈનસ પ૦ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. વર્ષ ર૦૧૩માં ઓયમ્યાકોનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું ૭૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
સપ્તાહના અંત સુધીમાં બે વ્યક્તિઓના ઠંડીમાં થ્રીજી જવાને કારણે મોત નિપજ્યાં હતાં. આ બે શખ્સોની કાર બંધ પડી જતાં તેઓ નજીકના ખેતરમાં ચાલતા જઈ રહ્યા હતા, તે સમયે તેઓ ઠરી જતાં તેમના મોત નિપજ્યાં હતાં. પરંતુ તેમની સાથે રહેલા ત્રણ લોકોએ ગરમ કપડાં પહેર્યા હોવાથી તેમનો બચાવ થયો છે. તેમ તપાસકર્તાઓના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. યકુતિઆના રાજ્યપાલે જણાવ્યું હતું કે, મંગળવારે પરિવારો અને વેપારીઓ સેન્ટ્રલ હિટિંગ અને બેકઅપ પાવર જનરેટરની મદદથી કામ કરી રહ્યા હતા.
યકુતિઆમાં માઈનસ ડિગ્રી તાપમાનથી સૌ કોઈ પરિચિત છે. જેથી દરેક મીડિયાએ તે અંગેના સમાચાર પ્રકાશિત કર્યા નહોતા પરંતુ કેટલાક મીડિયા પ્રકાશનોએ ઠંડા તાપમાનની સેલ્ફી તથા વધુ પડતા ઠંડા તાપમાનમાં સ્ટંટની વાર્તાઓ પ્રકાશિત કરી હતી. યકુતિઆ મીડિયાએ મહિલાઓની પાંપણો થ્રીજી ગયેલી એક તસવીર પ્રકાશિત કરી હતી.
આંખની પાંપણો પણ થ્રીજી જાય તેવી ઠંડી : રશિયામાં માઈનસ ૬૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

Recent Comments