(સંવાદદાતા દ્વારા) સિદ્ધપુર, તા.ર૯
૫ એપ્રિલથી ૨૦ જૂન ૨૦૨૦ના રોજ “ડ્રીમ આર્ટ વર્લ્ડ” દ્વારા ઈન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. ઓનલાઈન યોજાયેલા આ સ્પર્ધામાં સિધ્ધપુરના “નૂર આર્ટ”થી જાણીતા ચિત્રકાર “એહમદ અબ્બાસ” એ તેમની કૃતિ મોકલી ભાગ લીધો હતો. ૨૦ દેશો ૧૨૦૦ જેટલા કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ડ્રીમ આર્ટ કોમ્પિટિશનના હેડ સ્વપ્નીલ આચાર્ય (ભારત) તથા ડીન મુન્ઝજો (મ્યાનમાર), નેકશોવ માલા (આફ્રિકા), એન્ટોનીયસ (ઈન્ડોનેશિયા) દ્વારા આ સ્પર્ધા વિષય કોવીડ-૧૯ પર આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ચિત્રકાર “એહમદ અબ્બાસ બાલવા”ને ઈન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં “ગોલ્ડ પોઝીશન” પ્રાપ્ત કરીને સિધ્ધપુર સહિત ભારતનું નામ આર્ટ ક્ષેત્રે રોશન કર્યું. ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ “ઇન્ડિયન રોયલ એકેડમી ઓફ આર્ટ એન્ડ કલ્ચર” કર્ણાટક દ્વારા ઈન્ટરનેશનલ આર્ટ પ્રદર્શન યોજવામાં આવી હતી. ઓનલાઈન યોજાયેલા આ પ્રદર્શનમાં સિધ્ધપુરના “નૂર આર્ટ”થી જાણીતા ચિત્રકાર “એહમદ અબ્બાસ” એ તેમની કૃતિ મોકલી ભાગ લીધો હતો. ૧૩ દેશો ૫૨૧ જેટલા કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૧૫૦ ચિત્રકારોને બેસ્ટ એન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન રોયલ એકેડમી પ્રમુખ ડૉ.રહેમાન પટેલ દ્વારા વિષય “કોવીડ ૧૯” પર આ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માં ચિત્રકાર “એહમદ અબ્બાસ બાલવા”ને ઈન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં “બેસ્ટ એન્ટ્રી એવોર્ડ” પ્રાપ્ત કરીને સિધ્ધપુર સહિત ભારતનું નામ આર્ટ ક્ષેત્રે રોશન કર્યું છે.