અંકલેશ્વર, તા.ર૩
ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના કૃષિ વિષયક કાળાકાયદાઓ વિરૂદ્ધ દેશના ખેડૂતો દિલ્હીની વિવિધ સીમાઓ ઉપર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના આ અહિંસક આંદોલનમાં ૨૨થી વધુ ખેડૂતોએ શહીદી વ્હોરી છે. જે દુઃખદ ઘટનાના અનુસંધાને અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે કેન્ડલ પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર પ્રમુખ જગતસિંહ વાસદિયા, તાલુકા પ્રમુખ બાલુભાઈ પટેલ, મગનભાઈ માસ્ટર, ભુપેન્દ્ર જાની, હાજી જહાંગીરખાન પઠાણ, રફીક ઝઘડિયાવાલા, ચેતન પટેલ, ડૉ.જીતુ પટેલ, ઈકબાલ ગોરી, ગુલામભાઈ સિંધા, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાલા, રાજેશ વસાવા, મહિલા પ્રમુખ ધર્મિષ્ટાબેન સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.