(એજન્સી) હૈદરાબાદ, તા. ૨૨
આંધ્ર માટે વિશેષ દરજ્જાની માગ બળવત્તર બનાવતાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ફરી એક વાર કહ્યું કે આંધ્રને વિશેષ દરજ્જો નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલતો રહેશે.આંધ્રમાં ડાબેરી પાર્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવેલા રેલ અને રોડ રોકો આંદોલનને ટીડીપીએ ટેકો આપ્યો. નાયડુએ પાર્ટી સાંસદો સાથે ટેલિકોન્ફરન્સ દ્વારા વાતચીત કરી અને ેતમને આ મુદ્દે સંસદમાં માંગણી ઉગ્ર બનાવવાની સલાહ આપી. ટીડીપીએ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવાની માંગણી ઉઠાવી અને સંસદમાં બીજી પાર્ટીઓનો સહકાર લેશે. ટીડીપી સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે દેખાવ કર્યો. નાયડુએ એવો પણ આક્ષેપ કર્યો કે શાસક ભાજપ ઈરાદાપૂર્વક ગૃહની કાર્યવાહીમાં અડચણ પેદા કરાવી રહી છે જેથી કરીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ પીએમઓ પર ષડયંત્ર રચવાનો અને ગુનેગારોની મદદ કરવાનો આક્ષેપ કર્યો.
આંધ્રને વિશેષ દરજ્જો નહીં અપાય ત્યાં સુધી વિરોધ ચાલતો રહેશે : ચંદ્રબાબુ નાયડુ

Recent Comments