કોલકાત્તા,તા.૪
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના કારણે ૬૦થી વધુ સ્પોટ્‌ર્સ ટૂર્નામેન્ટ પર અસર થઇ છે. ૨૯ માર્ચથી શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ સ્થગિત થશે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. આ અંગે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આઇપીએલ પર કોઈ અસર થશે નહીં. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વનડે સીરિઝ પછી ટૂર્નામેન્ટ સમય પર જ રમાશે.
આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન બ્રજેશ પટેલે ગાંગુલીની વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસને લઈને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મેચ સમય પર જ રમાશે.