મુંબઇ,તા.૨૩
દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે. કોરોનાનાં કારણે ભારતના મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન છે. આ જીવલેણ બીમારીનો પ્રકોપ ઓછો થયો નથી તો આ વર્ષે યોજાનાર આઇપીએલ ટૂર્નામેન્ટ રદ્દ થઇ શકે છે. આઇપીએલનું આયોજન ૧૫ એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઇ ખુબ જ જલ્દી કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. કોરોનાનાં કારણે જુલાઇમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવને પણ સ્થગિત કરવામાં આવી શકે છે. આવામાં આઇપીએલ કેવી રીતે રમાશે તે મોટો સવાલ છે.
આઇપીએલ ટૂર્નામેન્ટ પર ખુબ જ જલ્દી નિર્ણય થવાની સંભાવના છે. ભારતમાં જીવલેણ વાયરસ ફેલાવવાના ડરથી ટૂર્નામેન્ટ રદ્દ પણ થઇ શકે છે. ભારતમાં ૩૪૦થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાથી ૮ લોકોના મોત નિપજ્યા છે.
ભારતના મોટા ભાગમાં હિસ્સાઓમાં કેટલીક જરૂરી સુવિધાઓને છોડી ૩૧ માર્ચ સુધી લગભગ તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં તમામ પ્રકારની રમતો ટૂર્નામેન્ટને વાયરસના ફેલાવવાના ડરથી નિલંબિત કરી દેવામાં આવી છે.વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના મામલાની સંખ્યા ૩૩૯,૬૪૦થી પણ વધી ગઇ છે. જેમા ૧૪,૫૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, બોર્ડ દર સપ્તાહે સ્થિતિની સમીક્ષા કરશે અને તેના આધારે આઇપીએલના ભાગ્યનો નિર્ણય કરશે.
આઇપીએલ રદ્દ થવાના એંધાણ બીસીસીઆઇ ટૂંક સમયમાં કરશે જાહેરાત

Recent Comments