દુબઇ,તા.૨૨
ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા બોલર મુથૈયા મુરલીધરનએ આજથી ૯ વર્ષ પહેલાં આજના જ દિવસે ક્રિકેટમાંથી વિદાય લીધી હતીં. શ્રીલંકન ઓફ સ્પિનર મુરલીધરનને ભાગ્યશાળી ખેલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેને પોતાના કરીયરની છેલ્લા બોલમાં વિકેટ આંચકી હતી. આ વિકેટની સાથે જ તેમને ૮૦૦ વિકેટ હાંસલ કરવાનું ગૌરવ અપાવ્યું હતું.
ઉલ્લખનીય છે કે મુરલીધરનએ સન્યાસ લીધો તેના ૯ વર્ષ વીતી ગયા છે છતાં ૮૦૦ વિકેટ હજુ સુધી કોઈ બોલર મેળવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ પણ મુરલીધરનને ટ્વીટ કરીને યાદ કર્યા છે.
જોકે, ICCએ યાદ કરવામાં એક ભુલ પણ કરી છે. એમણે ટ્વીટની સાથે એક તસવીર શેર કરી, જોકે આ તસવીર મુરલીધરનનો નહીં પરંતુ શ્રીલંકાના અન્ય ખેલાડી રંગના હેરાથની હતી. તસવીર શેર કર્યા બાદ ICCને ખ્યાલ આવ્યો કે, એ તસવીર મુરલીધરનની અન્ય ખેલાડીની છે માટે ૈંઝ્રઝ્રએ ટ્વીટ ડિલીટ કરી નાખી.
૧૯૭૨માં શ્રીલંકાના કૈંડીમાં જન્મેલા મુરલીધરને વર્ષ ૧૯૯૨માં ડેબ્યૂ કર્યાના ૨૦ વર્ષ બાદ એટલેકે ૨૦૧૧ સુધી શ્રીલંકા માટે ૧૩૩ ટેસ્ટ, ૩૫૦ વનડે અને ૧૨ ટી૨૦ ઇન્ટરનેશ્નલ મેચ રમી. પોતાની ખતરનાક બૉલિંગ એક્શન માટે જાણીતા મુરલીધરને સારી બૉલિંગને કરી શ્રીલંકન ટીમને વર્ષ ૧૯૬૬માં વર્લ્ડકપ પણ અપાવ્યો.
આઇસીસીનું ભોપાળુંઃ મુરલીધરનને બદલે અન્ય ખેલાડીની તસવીર શેર કરી

Recent Comments