નવી દિલ્હી, તા.૨૩
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર અને રાશિદ લતીફને એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપ સ્થગિત થયા તે પસંદ આવ્યું નથી. તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ કરાવવા માટે આ બધું કર્યાનો આરોપ લગાવ્યો છે. અખ્તરે કહ્યું કે શક્તિશાળી બીસીસીઆઈ ઇચ્છે છે કે આઈપીએલને નુકસાન ન થાય, તે માટે તેણે ટી-૨૦ વર્લ્ડ કપનો ભોગ લીધો છે. અખ્તરે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને કહ્યું – ‘આજે ફક્ત શક્તિશાળી મનુષ્ય અને શક્તિશાળી બોર્ડ ક્રિકેટ ચલાવી રહ્યા છે. આ વર્ષ એશિયા કપ થઈ શકે તેમ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની પણ સારી તક હતી. ટી-૨૦ વર્લ્ડ કપ પણ થાય એમ જ હતો, પરંતુ મેં રાશિદને કહ્યું હતું કે આ શક્તિશાળી લોકો તે થવા દેશે નહીં. આ બધું ૬ મહિનાથી ચાલતું હતું. બીસીસીઆઈ ઇચ્છે છે કે, આઈપીએલને નુકસાન ન થાય, પછી ભલેને તે માટે ટી-૨૦ વર્લ્ડ કપ ભાડમાં જાય.
આઈપીએલના ફાયદા માટે બીસીસીઆઈએ ટી-૨૦નો ભોગ લીધોઃ અખ્તર

Recent Comments