મુંબઇ,તા.૬
જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. આઇપીએલની મેચો આવતીકાલે સાતમી એપ્રિલના દિવસે શરૂ થયા બાદ છેક ૨૭મી મે સુધી ચાલનાર છે. ચેન્નાઇ સુપર અને રાજસ્થાન રોયલ્સ ટીમની આઇપીએલમાં ફરી એકવાર વાપસી થઇ છે. ડીઆરએસ સાથે આ પ્રથમ સિઝન રહેનાર છે. સ્ટાર સ્પોર્ટસે તમામ મિડિયા અધિકારો ખરીદી લીધા છે. છેલ્લે આઇપીએલ-૧૦માં રોમાંચકર ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સામે માત્ર એક રને જીત મેળવી હતી. આની સાથે જ મુંબઇએ ત્રીજી વખત આ ટ્રોફી જીતી લીધી હતી. તે તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. આવતીકાલે પ્રથમ મેચમાં જ મુંબઇ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપર વચ્ચે જંગ ખેલાશે. જેમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની સામ સામે આવશે.અન્ય ટીમો પણ જોરદાર દેખાવ કરવા તૈયાર છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાનાર છે. આઈપીએલ ઓપનિગ સેરેમનીમાં હંમેશાની જેમ જ ફિલ્મ સ્ટારો છવાયેલા રહેશે. રંગારંગ શરૂઆત માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આઈપીએલ-૨૦૧૮ કાર્યક્રમ

૭મી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર (મુંબઈ, ૮ વાગે)
૮મી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-દિલ્હી ડેરડેવિલ્સ (મોહાલી, ૪ વાગે)
૮મી એપ્રિલ : કોલકાતા-રોયલ ચેલેન્જર્સ (કોલકાતા, ૮ વાગે)
૯મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ (હૈદરાબાદ, ૮ વાગે)
૧૦મી એપ્રિલ : ચેન્નાઈ સુપર-કોલકાતા નાઇટ (ચેન્નાઈ, ૮ વાગે)
૧૧મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-દિલ્હી ડેરડેવિલ્સ (જયપુર, ૮ વાગે)
૧૨મી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-સનરાઈઝ હૈદરાબાદ (હૈદરાબાદ, ૮ વાગે)
૧૩મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (બેંગ્લોર, ૮ વાગે)
૧૪મી એપ્રિલ : દિલ્હી ડેરડેવિલ્સ-મુંબઈ ઇન્ડિયન્સ (મુંબઈ, ૪ વાગે)
૧૪મી એપ્રિલ : કોલકાતા નાઇટ-સનરાઇઝ હૈદરાબાદ (કોલકાતા, ૮ વાગે)
૧૫મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-રાજસ્થાન રોયલ્સ (બેંગ્લોર, ૪ વાગે)
૧૫મી એપ્રિલ : ચેન્નાઈ સુપર-કિંગ્સ ઇલેવન પંજાબ (મોહાલી, ૮ વાગે)
૧૬મી એપ્રિલ : કોલકાતા નાઇટ-દિલ્હી ડેરડેવિલ્સ (કોલકાતા, ૮ વાગે)
૧૭મી એપ્રિલ : મુંબઇ ઇન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ (મુંબઈ, ૮ વાગે)
૧૮મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-કોલકાતા નાઇટ (જયપુર, ૮ વાગે)
૧૯મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન પંજાબ (મોહાલી, ૮ વાગે)
૨૦મી એપ્રિલ : ચેન્નાઈ સુપર-રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈ, ૮ વાગે)
૨૧મી એપ્રિલ : કોલકાતા નાઇટ રાઇડર્સ-કિંગ્સ ઇલેવન (કોલકાતા, ૪ વાગે)
૨૧મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-દિલ્હી ડેરડેવિલ્સ (બેંગ્લોર, ૮ વાગે)
૨૨મી એપ્રિલ : સનરાઈઝ હૈદરાબાદ-ચેન્નાઈ સુપર (હૈદરાબાદ, ૪ વાગે)
૨૨મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-મુંબઈ ઇન્ડિયન્સ (જયપુર, ૮ વાગે)
૨૩મી એપ્રિલ : દિલ્હી ડેરડેવિલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (દિલ્હી, ૮ વાગે)
૨૪મી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-સનરાઈઝ હૈદરાબાદ (મુંબઈ, ૮ વાગે)
૨૫મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-ચેન્નાઈ સુપર (બેંગ્લોર, ૮ વાગે)
૨૬મી એપ્રિલ : સનરાઈઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન પંજાબ (હૈદરાબાદ, ૮ વાગે)
૨૭મી એપ્રિલ : દિલ્હી ડેરડેવિલ્સ-કોલકાતા નાઇટ (દિલ્હી, ૮ વાગે)
૨૮મી એપ્રિલ : ચેન્નાઈ સુપર-મુંબઈ ઇન્ડિયન્સ (ચેન્નાઈ, ૮ વાગે)
૨૯મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-સનરાઈઝ હૈદરાબાદ (જયપુર, ૪ વાગે)
૨૯મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કોલકાતા નાઇટ (બેંગ્લોર, ૮ વાગે)
૩૦મી એપ્રિલ : ચેન્નાઈ સુપર-દિલ્હી ડેરડેવિલ્સ (ચેન્નાઈ, ૮ વાગે)
૧લી મે : મુંબઈ ઇન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગ્લોર, ૮ વાગે)
૨જી મે : દિલ્હી ડેરડેવિલ્સ-રાજસ્થાન રોયલ્સ (દિલ્હી, ૮ વાગે)
૩જી મે : કોલકાતા નાઇટ રાઇઝર્સ-ચેન્નાઈ સુપર (કોલકાતા, ૮ વાગે)
૪થી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ (ઇન્દોર, ૮ વાગે)
૫મી મે : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-ચેન્નાઈ સુપર (બેંગ્લોર, ૪ વાગે)
૫મી મે : સનરાઈઝ હૈદરાબાદ-દિલ્હી ડેરડેવિલ્સ (હૈદરાબાદ, ૮ વાગે)
૬ઠ્ઠી મે : મુંબઈ ઇન્ડિયન્સ-કોલકાતા નાઇટ (મુંબઈ, ૪ વાગે)
૬ઠ્ઠી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-રાજસ્થાન રોયલ્સ (ઇન્દોર, ૮ વાગે)
૭મી મે : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-સનરાઈઝ હૈદરાબાદ (હૈદરાબાદ, ૮ વાગે)
૮મી મે : રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (જયપુર, ૮ વાગે)
૯મી મે : મુંબઈ ઇન્ડિયન્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ (કોલકાતા, ૮ વાગે)
૧૦મી મે : દિલ્હી ડેરડેવિલ્સ-સનરાઈઝ હૈદરાબાદ (દિલ્હી, ૮ વાગે)
૧૧મી મે : રાજસ્થાન રોયલ્સ-ચેન્નાઈ સુપર (જયપુર, ૮ વાગે)
૧૨મી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-કોલકાતા નાઇટ (કોલકતા, ૪ વાગે)
૧૨મી મે : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી, ૮ વાગે)
૧૩મી મે : ચેન્નાઈ સુપર-સનરાઈઝ હૈદરાબાદ (ચેન્નાઈ, ૪ વાગે)
૧૩મી મે : મુંબઈ ઇન્ડિયન્સ-રાજસ્થાન રોયલ્સ (મુંબઈ, ૮ વાગે)
૧૪મી મે : રોયલ ચેલેન્જર્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (ઇન્દોર, ૮ વાગે)
૧૫મી મે : કોલકાતા નાઇટ-રાજસ્થાન રોયલ્સ (કોલકાતા, ૮ વાગે)
૧૬મી મે : મુંબઈ ઇન્ડિયન્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (મુંબઈ, ૮ વાગે)
૧૭મી મે : રોયલ ચેલેન્જર્સ-સનરાઈઝ હૈદરાબાદા (બેંગ્લોર, ૮ વાગે)
૧૮મી મે : દિલ્હી ડેરડેવિલ્સ-ચેન્નાઈ સુપર (દિલ્હી, ૮ વાગે)
૧૯મી મે : રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ (જયપુર, ૪ વાગે)
૧૯મી મે : સનરાઇઝ હૈદરાબાદ-કોલકતા નાઇટ (હૈદરાબાગ, ૮ વાગે)
૨૦મી મે : દિલ્હી ડેરડેવિલ્સ-મુંબઈ ઇન્ડિયન્સ (દિલ્હી, ૪ વાગે)
૨૦મી મે : ચેન્નાઈ સુપર-કિંગ્સ ઇલેવન પંજાબ (ચેન્નાઈ, ૮ વાગે)
૨૨મી મે : ક્વાલીફાયર્સ-૧ (મુંબઈ, ૮ વાગે)
૨૩મી મે : ઇલિમીનેટર (સ્થળ નક્કી થયું નથી)
૨૭મી મે : ફાઇનલ (મુંબઈ, ૮ વાગે)