વન-ડેના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પણ વિરાટ કોહલીની પસંદગી
કોહલી આઈસીસીના એવોર્ડના સમય દરમ્યાન વન-ડે ક્રિકેટમાં ૧૦ હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્‌સમેન

દુબઈ, તા.ર૮
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના દાયકાના સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટ માટે સર ગારફીલ્ડ સોબર્સ પુરસ્કાર જીત્યો. આઈસીસીએ ટ્‌વીટર પર કોહલીની આ એવોર્ડ માટે પસંદગી થવાની જાહેરાત કરી. કોહલીએ આઈસીસી પુરસ્કારોના સમય દરમ્યાન પોતાની ૭૦માંથી ૬૬ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. આ દરમ્યાન તેના નામે હાઈએસ્ટ અર્ધસદી (૯૪), હાઈએસ્ટ રન (ર૦૩૯૬) ઉપરાંત ૭૦થી વધારે ઈનિંગ રમતા હાઈએસ્ટ સરેરાશ (પ૬.૯૭)નો રેકોર્ડ પણ રહ્યો. કુલ મળીને ૩ર વર્ષના કોહલીએ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧ર૦૪૦ રન, ટેસ્ટ ક્રિકેટમાં ૭૩૧૮ અને ટવેન્ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ર૯ર૮ રન બનાવ્યા છે અને બધા ફોર્મેટમાં મળીને તેની સરેરાશ પ૦થી વધારેની છે.
કોહલીની દાયકાના સર્વશ્રેષ્ઠ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પણ પસંદગી થઈ. પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસીના દાયકાનો ખેલભાવના પુરસ્કાર જીત્યો.
કોહલી આ ઉપરાંત ર૦૧૧ વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય પણ રહ્યો છે. કોહલીએ નિવેદનમાં કહ્યું કે, સૌથી પહેલાં તો આ એવોર્ડ મળવો મારા માટે મોટા સન્માનની વાત છે છેલ્લા દાયકામાં જે ક્ષણ મારા હૃદયની સૌથી નજીક છે તે ચોક્કસ રીતે ર૦૧૧માં વિશ્વકપ, ર૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી અને ર૦૧૮માં ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી છે.
સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર અંગે કોહલીએ કહ્યું કે, વન-ડે ક્રિકેટ સાથે હું ઘણો જલદી જોડાઈ ગયો હતો મે પહેલા વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું અને તેના એક વર્ષ બાદ ટેસ્ટમાં પદાર્પણ કર્યું તેણે કહ્યું એટલા માટે મને ઘણું પહેલા જ પોતાની રમતને સમજવાની તક મળી અને હું પહેલા પણ કહી ચૂકયો છું કે મારો એકમાત્ર ઈરાદો અને માનસિકતા ટીમ માટે વિજયી યોગદાન આપવાનું હતું અને માનસિકતા ટીમ માટે વિજયી યોગદાન આપવાનું હતું અને મે પોતાની પ્રત્યેક મેચમાં ફક્ત આવું કરવાનો પ્રયાસ કર્યા છે કોહલી આઈસીસી એવોર્ડના સમય દરમ્યાન વન-ડે ક્રિકેટમાં ૧૦ હજારથી વધારે રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર રહ્યો છે.