કોલકાતા, તા.ર૭
પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બે વર્ષના સમયગાળામાં ર૦૧૯-ર૦માં રમાશે અને તેની ફાઈનલ ર૦ર૧માં રમાશે. આઈસીસીએ ગુરૂવારે આનું સમર્થન કર્યું છે. જો કે આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે નહીં. આ બંને કટ્ટર હરીફ ટીમો ફાઈનલમાં પહોંચશે તો જ આમને-સામાને હશે. આ જાણીને તમને આશ્ચર્ય થઈ શકે છે પણ આઈસીસીએ આ નિર્ણય કરી લીધો છે. આ નવા ફોર્મેટ જેના પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. આમાં ૯ ટેસ્ટ ટીમો ભાગ લેશે અને ૬ સિરીઝ રમશે. દરેક ટીમ બે વર્ષમાં ૬ દેશો વિરૂદ્ધ ઘર આંગણે અને બહાર ત્રણ-ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. એટલે કે ર૪ મહિનામાં ૩૬ ટેસ્ટ મેચ રમાશે. ફક્ત ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ નથી. આ ટીમો આ સમયગાળામાં દ્વિપક્ષીય સિરીઝ રમશે કઈ ટીમ ક્યારે કોની સાથે રમશે તે ન્યુ ફ્યુચર ટુર્સ પ્રોગ્રામ (એફટીપી) અનુસાર નક્કી થશે. જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો તટસ્થ સ્થળે મેચ રમાશે.