ગાંધીનગર,તા.૨૭
હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા બજેટ સત્રનો ગુરૂવારે બીજો દિવસ હતો. જેમાં માર્ગ મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓ સંબધિત પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. તો સાથે જ શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય, વૈધાનિક, સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થવાની છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં આઉસ સોર્સિંગ કરતા સરકારના તમામ વિભાગના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે તેમનો આખો પગાર સીધો તેમના ખાતામાં જ જશે અને એજન્સીના ખાતમાં માત્ર સર્વિસ ચાર્જ ચૂકાવાશે. સવારે ૧૦ વાગ્યાથી બજેટ સત્રની કામગીરી શરૂ થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં જાહેરાત કરી હતી કે, રાજ્યમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતુ હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે આ પ્રકારનું શોષણ અટકાવવા સરકાર પગલાં લેવા જઈ રહી છે. રાજ્યના તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓના ખાતામાં તેમનો પગાર સીધો જ જમા થઈ થશે. જ્યારે કે, એજન્સીના ખાતામાં માત્ર સર્વિસ ચાર્જ જશે. બજેટ સત્રમાં બીજા દિવસે આઉટસોર્સિંગ કર્મચારીઓની પોલીસી બદલતા સરકારના જ ૫૦ કરોડ રૂપિયા માત્ર આરોગ્ય વિભાગમાં થયા હોવાનો દાવો રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. આઉટસોર્સિંગ સભ્યોને પૂરતો પગાર ન મળતો હોવાની ફરિયાદો સરકાર સામે ફરિયાદો આવી હતી. જ્યારે ઈજારેદારો પૂરતો પગાર ન આપતા હતા કે તેમને તો સમગ્ર સિસ્ટમમાં સુધારો કર્યો છે. કર્મચારીઓના પગાર પૂરો એક સમાન કરવામાં આવ્યો છે. નાણામંત્રી તરીકે હવે અન્ય તમામ વિભાગોના આઉટ સોર્સિંગ પેમેન્ટ સીસ્ટમનો રીવ્યુ કરીને તે તમામ વિભાગોમાં પણ આ પ્રકારે પારદર્શક પેમેન્ટ સીસ્ટમ કરવાની મારી તત્પરા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.