એક ચીનના મુસ્લિમ પ્રકાશકે તે યુગ વિશે જણાવે છે કે દરેક ઘરમાં ત્યારે તેમના ધાર્મિક પુસ્તકોની શોધ કરવામાં આવતી અને મળે તો તેને બાળી નાખવામાં આવતા હતા. જોકે હવે આજના સમયમાં પણ આવું જ થઈ રહ્યું છે. તે સમય કરતાં પણ વધારે ખરાબ રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે

(એજન્સી) તા.૨૨
આ વસંત ઋતુમાં ૧૪ લોકોને પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશને ઊઠાવી લાવ્યા હતા. તેમની એક પછી એક કરીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમને તેમના ઓનલાઈન કોરસપોન્ડન્સ અને રાજકારણ અંગે મંતવ્યો મામલે પૂછપરછ કરવામાં આવી હતી. તેમનો ગુનો શું હતો ? તેઓએ ફક્ત ઈસ્લામિક પુસ્તકો ખરીધ્યા હતા. ચીનના યિવુમાં એક યુવકની અટકાયત કરવામાં આવી. યિવુ એક આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ હબ છે. ત્યાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે ચીનમાં મુસ્લિમોના શૈક્ષણિક જીવન તથા ધાર્મિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આકરા પ્રતિબંધોનો સહારો લેવામાં આવી રહ્યો છે. એકવાર લઘુમતીઓને મર્યાદિત સાંસ્કૃતિક સ્વાયત્તતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી, ચીનની વંશીય નીતિ ભાષા અને ધાર્મિક વ્યવહારમાં ચીનના હાન વંશીય બહુમતી સાથે સંપૂર્ણ જોડાણની તરફેણ કરે તેવા અભિગમ તરફ છેલ્લા એક દાયકામાં બદલાઈ ગઈ છે. ચીનના મુસ્લિમોને હવે ડર છે કે સાંસ્કૃતિક ક્રાંતિના દિવસોમાં, ધાર્મિક સ્વતંત્રતાઓ, જે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના ગંભીર રાજકીય અને ધાર્મિક દમનના દાયકામાં હતી તે જ રીતે હવે તે છીનવાઈ શકે છે. એક ચીનના મુસ્લિમ પ્રકાશકે તે યુગ વિશે જણાવે છે કે દરેક ઘરમાં ત્યારે તેમના ધાર્મિક પુસ્તકોની શોધ કરવામાં આવતી અને મળે તો તેને બાળી નાખવામાં આવતા હતા. જોકે હવે આજના સમયમાં પણ આવું જ થઈ રહ્યું છે. તે સમય કરતાં પણ વધારે ખરાબ રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ પબ્લિશર ચીનમાંથી નાસી ગયો હતો અને તે હજુ પણ વિદેશથી પુસ્તકોનું પ્રકાશન કરે છે. તે નામ ન જાહેર કરવાની શરતે જણાવે છે કે તેમના આશરે ૪૦ જેટલા સંબંધીઓને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે અને તેમને ધર્મનું પાલન કરવા કે ધર્મ સાથે સંબંધ રાખવા કે તેમની સાથે સંબંધ રાખવા મામલે જેલની સજા ફટકારી દેવામાં આવી છે.