કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મહામારીને હાથ ધરવા માટે કરવામાં આવી રહેલી તપાસને અપુરતી ગણાવીને વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા. ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, લોકોને તાળી વગાડવા અને આકાશમાં ટોર્ચ કરવાથી કોરોનાની સમસ્યાનો ઉકેલ આવશે નહીં. તેમણે કહ્યું કે, વડાપ્રધાનને કોઇપણ પ્રકારની ચિંતા દેખાઈ રહી નથી. ભારત પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં અસમર્થ દેખાઈ રહ્યું છે. કોરોના વાયરસને હાથ ધરવા માટે પુરતી સંખ્યામાં ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી નથી. આસમાનમાં ટોર્ચ જલાવવાથી આ સમસ્યા દૂર થનાર નથી. પોતાના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ પાંચમી એપ્રિલના રોજ રાત્રેનવ વાગે ઘરની લાઇટો બંધ કરીને નવ મિનિટ સુધી દીવા-મીણબત્તી પ્રગટાવવા તથા ટોર્ચ અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરી કોરોના વાયરસ સામે લડવામાં એકતા દર્શાવવા હાકલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવામાં ભારત સામાન્ય રીતે પૂરતા ટેસ્ટિંગ કરી રહ્યું નથી. લોકોને તાળી અને આકાશમાં ટોર્ચ દેખાડવાનું કહેવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.