નવી દિલ્હી,તા.૩૦
હાલમાં જ એક ચેટ દરમિયાન પાર્થિવે ખુલાસો કર્યો કે તેણે પોતાના સમગ્ર ક્રિકેટ કારકિર્દીમાં માત્ર ૯ આંગળી સાથે જ રમ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે તેણે પોતાની એક આંગળી ગુમાવી દીધી હતી. પાર્થિવે ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન કહ્યું કે, જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે તેની એક આંગળી કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે માત્ર ૯ આંગળીની સાથે જ રહ્યા. તેણે કહ્યું કે, ૯ આંગળીની સાથે તેણે રમવામાં ઘણી મુશ્કેલી થઈ કારણ કે કપાયેલી આંગળી વિકેટકીપિંગ ગ્લવ્સમાં જઈ શકતીન હતી તો તે બીજી આંગળીની સાથે ટેપ લગાવી દેતો હતો જેથી ગ્લવ્સમાં અંતિમ બન્ને આંગળી એક સાથે રહે.
પાર્થિવે જણાવ્યું કે, જો તમામ આંગળીઓની સાથે રમ્યો હોત તો વાત જ અલગ હોત. પરંતુ જ્યારે પણ તે પાછળ વળીને જોવે છે તો તે ટીમ ઇન્ડિયાના એ સોનેરી દિવસો યાદ કરે છે. વર્ષ ૨૦૦૨માં ડેબ્યૂ કરનાર પાર્થિવે પોતાની અંતિમ મેચ વર્ષ ૨૦૦૮માં આફ્રિકા વિરૂદ્ધ રમી હતી જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭ની રણજી ટ્રોફીમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. પાર્થિવ પટેલ એ દરમિયાન કેપ્ટન હતો અને તેણે ૧૪૩ બોલમાં ૯૦ રન બનાવ્યા હતા જ્યાં ફાઈનલ દરમિયાન બન્ને ઇનિંગ્સમાં મુંબઈ વિરૂદ્ધ તેનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.
આખી ક્રિકેટ કારકિર્દીમાં ૯ આંગળીથી રમતો રહ્યો મેચ, ઘણી મુશ્કેલી પડી : પાર્થિવ પટેલ

Recent Comments